અમદાવાદના ઈસનપુરમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. કેમિકલ ભરેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જો કે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવતા આસપાસમાં રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધેલ. મહત્વનું છે કે આ આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયેલા કેમેરામાં કેદ થયા છે.
Source link
