શું ગેનીબેન ઠાકોરે સંસદની ગરિમાને લજવી?

શું ગેનીબેન ઠાકોરે સંસદની ગરિમાને લજવી?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ગેનીબેન સહિતના કોંગ્રેસના મહિલા સાંસદોએ લોકસભામાં કરેલા વિરોધનો એક વીડિયો સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજૂએ શેર કર્યો છે. ભાજપ દ્વારા આરોપ લગાવાયો છે કે ગેનીબેન સહિતના કોંગ્રેસ મહિલા સાંસદોએ સંસદની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાથમાં બેનર સાથે ગેનીબેન સહિતના કોંગ્રેસના મહિલા સાંસદો પ્રધાનમંત્રી અને સત્તાપક્ષના મંત્રીઓ જ્યાં બેસે છે ત્યાં સુધી પહોંચી જાય છે અને ત્યાં ઊભા રહી જાય છે. આ જગ્યાએથી પ્રધાનમંત્રી પ્રવેશ કરીને પોતાનું સ્થાન ગ્રહણ કરતા હોય છે. લોકસભામાં કોંગ્રેસની મહિલા સાંસદો દ્વારા પ્રધાનમંત્રી સાથે કંઈક અઘટિત કરવામાં આવી શકે છે એવી આશંકાના પગલે જ લોકસભા અધ્યક્ષે પ્રધાનમંત્રી મોદીને લોકસભામાં ન આવવા વિનંતી કરી હતી. પરિણામે કોંગ્રેસ દ્વારા સવાલો કરાયા હતા કે શું ખતરો હતો?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *