દારૂની દુકાનમાં રીંછ ઘૂસી જાય તો કેવું થાય? આવું જ કાંઈક છત્તીસગઢના નરહરપુરામાં બન્યું છે. જ્યાં એક દારૂની દુકાનમાં અચાનક રીંછ ઘૂસી ગયું હતું. ખોરાકની શોધમાં દુકાનમાં આવી ચડેલા રીંછે તોડફોડ કરી હતી. નવાઈની બાબત એ છે કે રીંછ જ્યારે દુકાનમાં ઘૂસ્યું ત્યારે એક યુવક પણ ત્યાં જ સૂતો હતો. જોકે, રીંછ આવી ચડ્યું હોવાની તેને જાણ થઈ હોવા છતાં તે ઊંઘતો જ રહ્યો અને આખરે કશું નહીં મળતા રીંછ ત્યાંથી ચાલ્યું ગયું હતું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Source link
