IND vs USA T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની વિજયી શરુઆત, USA સામે 29 રને જીત

IND vs USA T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની વિજયી શરુઆત, USA સામે 29 રને જીત

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે યૂએસએને 29 રને હરાવ્યા છે. ભારતે આ મેચમાં જીત માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા યૂએસએની ટીમ 8 વિકેટના દમ પર 132 રન જ બનાવી શકી હતી.

News18
News18

IND vs USA T20 World Cup 2026: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની મેચ નંબર 3માં શનિવારે ભારતની સામે સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)ની ટક્કર થઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે યુએસએને 29 રને હરાવ્યા છે. ભારતે આ મેચમાં જીત માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા યુએસએની ટીમ 8 વિકેટના દમ પર 132 રન જ બનાવી શકી હતી.

સૂર્યકુમાર યાદવની 84 રનની ઇનિંગ્સના દમ પર ભારતે ટી20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારતીય ટીમ આ મેચમાં 29 રને જીત પ્રાપ્ત કરી છે.

આવી રહી અમેરિકાની બેટિંગ

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અમેરિકાની ટીમની શરૂઆત સારી નહોતી રહી અને પાવરપ્લેમાં ત્રણ વિકેટ પડી ગઈ. એન્ડ્રીઝ ગૌસ (6 રન) અને સૈતેઝા મુક્કમલ્લા (2 રન)ને મોહમ્મદ સિરાજે આઉટ કર્યા. વળી કપ્તાન મોનાંક પટેલ (0)ને અર્શદીપ સિંહે આઉટ કર્યો. અહીંથી મિલિંદ કુમાર અને સંજય કૃષ્ણમૂર્તિએ મળીને ચોથી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી. મિલિંદે 100ની સ્ટ્રાઈક રેટથી 34 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા ઉપરાંત એક સિક્સ પણ સામેલ છે. મિલિંદને વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો.

ત્યાર બાદ સ્પિનર અક્ષર પટેલનો જાદુ ચાલ્યો અને તેણે સતત બોલ પર સંજય કૃષ્ણમૂર્તિ અને હરમીત સિંહને આઉટ કર્યા. સંજયે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 31 બોલમાં 37 રન બનાવ્યા. તો વળી હરમીત ખાતું પણ ખોલાવી શક્યો નહીં. પછી યુએસએની સાતમી વિકેટ મોહમ્મદ મોહસિન-8 રનની વિકેટ પડી, જે અર્શદીપના બોલ પર આઉટ થયો.

કપ્તાન સૂર્યકુમાર યાદવે 84 રનની ઇનિંગ્સ રમી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો. ભારતે 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 161 રન બનાવ્યા છે. સૂર્યાએ 49 બોલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટ પર 161 રન બનાવ્યા. ભારતીય ટીમની શરૂઆત કંઈ ખાસ રહી નથી. અભિષેક શર્માએ પોતાના બોલ પર જ આઉટ થઈ ગયો. અભિષેકને અલી ખાને આઉટ કર્યો હતો. ઈશાન કિશન અને તિલક વર્માએ ક્રીઝ પર રહેવાની કોશિશ કરી, પણ પાવરપ્લેની અંતિમ ઓવરમાં શૈડલી વાન શલ્કવિકે શાનદાર બોલિંગ કરી. ઓવરના બીજા બોલ પર શલ્કવિકે ઈશાનને આઉટ કર્યો. પછી છેલ્લા બે બોલમાં શલ્કવિકે તિલક વર્મા અને શિવમ દૂબેને પણ ચાલતા કરી દીધા. શિવમના આઉટ થવા સમયે ભારતનો સ્કોર 46/4 હતો.

એક સમયે ભારતીય ટીમની સતત વિકેટ પડી રહી હતી, પણ કપ્તાન સૂર્યકુમાર યાદવે હિંમત હારી નહીં અને એક છેડેથી બેટિંગ કરતો રહ્યો. સૂર્યાએ 49 બોલમાં 84 રનની ઇનિંગ્સ રમી. ભારત માટે બીજા સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન તિલક વર્મા રહ્યો, જેણે 25 રન બનાવ્યા.

2024ના વર્લ્ડ કપમાં ભારત-યુએસએની મેચ થઈ હતી.

આ અગાઉ વર્ષ 2024ની ટી20 વિશ્વ કપમાં પણ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે ટીમ ઇન્ડિયાએ ખૂબ જ આસાનીથી જીત મેળવી હતી. આ વખતે જોવાનું રહેશે કે યુએસએની ટીમ ભારતને કેટલી ટક્કર આપી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *