Final Up to date:
સોશિયલ મીડિયા પર બે જુડવા બહેનો હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમનું શરીર એક છે પણ ગળું અને માથા 2 છે. ત્યારે શું છે આ બંન્ને બહેનોનું સત્ય જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી.
સોશિયલ મીડિયા પર અમુક વખત એવા વીડિયો અને ઇમેજ વાયરલ થતા હોય છે, જેને જોઈને લોકો પણ નવાઈ પામી જતા હોય છે. આવા જ અમુક વીડિયો અને ઇમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. Valeria અને Camila નામની બે બહેનો કે જેમના લાખો ફોલોવર્સ છે. આ બંન્ને બહેનોનું શરીર એક છે પણ ગળું અને માથાનો ભાગ બે છે જેને જોઈને યુઝર્સ નવાઈ પામી ગયા છે.
આ બંન્ને બહેનો પોતાને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર જણાવે છે. તેમની દરેક પોસ્ટમાં લાખો વ્યુઝ અને લાઈક છે. સાથે જ તેમની સુંદરતાના પણ યુઝર્સ દિવાના છે. પરંતુ ખરેખરમાં આ બંન્ને બહેનોનું સત્ય કંઈક અલગ છે. સોશિયલ મીડિયા પર આ બંન્ને બહેનો ફેમસ ભલે થઈ પણ જાણીને તમને નવાઈ લાગશે કે આ બંન્ને બહેનો ખરેખરમાં આવી નથી.
VICEની રિપોર્ટ પ્રમાણે આ બંન્ને કોઈ જુડવા બહેનો નથી પણ AIથી જનરેટ કરેલા વીડિયો અને ફોટો છે. તેમના એકાઉન્ટ પર જેટલા પણ વીડિયો અને તસવીરો અપલોડ કરવામાં આવી છે તે બંન્ને નકલી છે. Information.com.auની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે એકાઉન્ટ પર જેટલી પણ તસવીરો અપલોડ કરવામાં આવી તેમાં AI જનરેશનના ઘણા સંકેતો મળી આવ્યા છે.
બીજી તરફ Valeria અને Camilaએ પોતાના એકાઉન્ટમાં AIનો ઉપયોગ થયો હોવાની ના પાડી છે, જેને લઈને ઘણા યુઝર્સ ચોંકી ગયા છે. વીડિયો અને તસવીરો જોઈને કોઈ કહી ન શકે કે ખરેખરમાં આ AI જનરેટેડ વીડિયો છે કે નકલી છે. જેને લઈને આ બહેનો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે.
(Disclaimer: આ ખબર સામાન્ય માહિતી પર અને સોશિયલ મીડિયા યુઝર્સના ઓપિનિયન પર તૈયાર કરવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી આ ખબરને લઈને કોઈ પુષ્ટિ નથી કરતું)
Disclaimer
(આ એક પેઇડ પોસ્ટ/એડવર્ટોરિયલ છે. જેમાં ન્યૂઝ 18 ગુજરાતીની પત્રકારત્વ/સંપાદકીય સંડોવણી નથી. ન્યૂઝ18 ગુજરાતી લેખની સામગ્રી અથવા દાવાઓ/મંતવ્યોને સમર્થન આપતું નથી, કે તે તેમને ચકાસવા માટે કોઈ જવાબદારી લેતું નથી.)
Feb 05, 2026 11:04 PM IST

