Final Up to date:
પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ 31 જાન્યુઆરીના રોજ હુમલાના જવાબમાં ઓપરેશન રદ્દ-ઉલ-ફિતના 1 ચલાવ્યું છે. તેના પરિણામ ખૂબ જ ભયાનક છે.
ક્વેટા: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અહીં હાલત ગૃહયુદ્ધ જેવી થઈ ગઈ છે. ક્વેટા સહિત કેટલાય વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે પણ મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ ઠપ છે. જેનાથી આ વિસ્તાર દુનિયાથી કપાઈ ચૂક્યો છે. પાકિસ્તાની સેના અને વિદ્રોહીઓની વચ્ચે ચાલી રહેલા ખૂની સંઘર્ષમાં ભારે જાન-માલનું નુકસાન થયું છે. સેનાએ દાવો કર્યો છે કે તેણે જવાબી કાર્યવાહીમાં 216 આતંકવાદીઓને ઠાર કર્યા છે, પણ આ લડાઈમાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીના મોત થયા છે. જો કે અમુક રાહતની વાત એ છે કે ઠપ થયેલી ટ્રેન સેવા ધીમે ધીમે ચાલુ થઈ રહી છે.
સ્થિતિ એવી છે કે ક્વેટા, નુશ્કી, સિબી અને મસ્તૂંગ જેવા જિલ્લા સંપૂર્ણપણે ડિજિટલ બ્લેકઆઉટ વેઠી રહ્યા છે. બલૂચિસ્તાનના અધિક મુખ્ય સચિવ હમઝા શફકાતના જણાવ્યા અનુસાર, ક્વેટામાં ઇન્ટરનેટ સેવા હજુ પણ બંધ છે. જો કે રાતના 12 વાગ્યા સુધી તે ચાલુ થવાની આશા છે. ભારે તણાવ વચ્ચે, જાફર એક્સપ્રેસ અને બોલન મેલ જેવી ટ્રેન સેવાઓ જે 31 જાન્યુઆરીથી બંધ હતી, તેને ચાલુ કરી દેવામાં આવી છે, ક્વેટા, ચમન પેસેન્જર ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે.
પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ 31 જાન્યુઆરીના રોજ હુમલાના જવાબમાં ઓપરેશન રદ્દ-ઉલ-ફિતના 1 ચલાવ્યું છે. તેના પરિણામ ખૂબ જ ભયાનક છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેણે બીએલએના 216 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સેનાની મીડિયા વિંગે કબૂલ કર્યું છે કે આ ખૂની સંઘર્ષમાં મહિલાઓ અને બાળકો સહિત 36 સામાન્ય નાગરિકોના મોત થયા છે. તો વળી 22 સુરક્ષાકર્મી અને કાનૂન પ્રવર્તન એજન્સીઓના જવાનો પણ જીવ ગુમાવ્યા છે.
આ સમગ્ર હોબાળાના મૂળ બલૂચ લિબરેશન આર્મીના ઓપરેશન હેરોફ છે. 31 જાન્યુઆરીના રોજ BLAએ તેના બીજા તબક્કાનું એલાન કર્યું હતું, જેમાં પાકિસ્તાની સત્તાને હચમચાવી નાખી. BLAએ ક્વેટા, ગ્વાદર, નુશ્કી અને તુર્બત સહિત 10 શહેરોમાં પાકિસ્તાની સેના અને ISI ઠેકાણા પર એક સાથે સમન્વિત હુમલો કર્યો. BLA પ્રવક્તા જીયંદ બલૂચે તેને નિર્ણાયક પ્રતિરોધ ગણાવ્યો છે. સંગઠને દાવો કર્યો કે તેમણે કેટલાય વિસ્તારમાં સેનાને પાછળ હટવા મજબૂર કરી છે.
Feb 05, 2026 11:01 PM IST

