Ahmedabad: અમદાવાદ AMCનું બજેટ આજે રજૂ થશે, ચૂંટણી વર્ષની અસર દેખાશે

Ahmedabad: અમદાવાદ AMCનું બજેટ આજે રજૂ થશે, ચૂંટણી વર્ષની અસર દેખાશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad AMC Funds 2026 Information: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાંકીય વર્ષ 2026-27 નું બજેટ આજે રજૂ થશે. આજે અમદાવાદના મ્યુ. કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવાાં આવશે. આ વખતે અમદાવાદ AMCની ચૂંટણી યોજવાની છે, જેના પગલે બજેટ 2026-27માં મોટા પ્રમાણમાં વિકાસના કામોની ઘોષણા થઇ શકે છે. ઉપરાંત અમદાવાદમાં યોજાનાર 2030માં કોમન વેલ્થ ગેમ્સની તૈયારીઓને લઇ પણ બજેટ ઘોષણાઓ થવાની અપેક્ષા છે.

વર્ષ 2025-26નું બજેટ ₹ 15,500 કરોડનું હતું

આજે નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે. જે ભૂતકાલના બજેટ પર નજ કરીયે તો ગત AMC કમિશનર દ્વારા રજૂ કરાયેલું વર્ષ 2025-26નું બજેટ 14 હજાર કરોડ રૂપિયાના સુધારા સાથે કુલ 15,500 કરોડ રૂપિયાનું બજેટ જનરલ બોર્ડમાં પસાર કરવામાં આવ્યું હતું. જેમા આ વખતે લગભગ 1000 કરોડ રૂપિયાનો વધારો થવાની અપેક્ષા છે. 

અમદાવાદ શહેરનો સતત વિકાસ અને વિસ્તરણ થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં શહેરમાં વસતા લોકો માટે રોડ રસ્તા, પાણી, ડ્રેનજ જેવી માળખાગત સુવિધાઓ સાથે પ્રદૂષણની સમસ્યા ઘટે તેવા વિકાસના કામો થાય તેવી અમદાવાદવાસીઓની અપેક્ષા છે. 

ગુજરાત બજેટ 2026 ક્યારે રજૂ થશે?

ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર 15 ફેબ્રુરઆરીના રોજ રજૂ થવાનું છે. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ 15 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં બજેટ 2026 રજૂ કરવાના છે. ગુજરાતના નાણામંત્રી તરીકે કનુ ભાઇ દેસાઇનું પાંચમી વખતે બજેટ રજૂ કરશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *