Final Up to date:
નવી આધાર એપમાં ઘણા બધા લોકોને તકલીફ પડી રહી છે. નવી આધાર એપમાં ડિઝાઇન અને ફીચર્સનું પ્લેસમેન્ટ બદલવામાં આવ્યું છે. તો જાણો નવી આધાર એપમાં કેવી રીતે મોબાઇલ નંબર અને એડ્રેસ બદલશો.
યુઆઇડીએઆઇ તરફથી જારી કરવામાં આવેલી નવી આધાર એપમાં યુઝર્સને અનેક નાની-મોટી તકલીફો પડી રહી છે. જો કે આ એપ વધારે સુરક્ષિત બની છે. એપની ડિઝાઇનમાં અનેક ચેન્જિસ થવાને કારણે લોકોને તકલીફ પડી રહી છે. આ નવા અપડેટની સાથે ઓથેન્ટિકેશનને પ્રાથમિકતા આપવામાં આવી છે. આમ, તમને પણ નવી આધાર એપમાં તકલીફ પડી રહી છે તો આ સરળ પ્રોસેસ જાણી લો.
જાણો નવી આધાર એપમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ
આમ, તમને જણાવી દઈએ કે એપની ડિઝાઇન બદલવામાં આવી છે, પરંતુ રજિસ્ટ્રેશનની રીત પહેલાં જેવી જ રાખવામાં આવી છે. નવા યુઝર્સને એપ ડાઉનલોડ કર્યા પછી આધાર નંબર નોંધીને, મોબાઇલ નંબર વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશન પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ એક પિન સેટ કરીને યુઝર એપનો ઉપયોગ શરૂ કરી શકો છો.
નવી આધાર એપમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરશો?
નવી એપમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનું ઓપ્શન હવે સર્વિસ ટેબમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. અહીંયાથી યુઝર નવો નંબર નોંધીને ઓટીપી વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશન પછી અપડેટ રિક્વેસ્ટ મોકલી શકો છો. આ પ્રક્રિયામાં લગભગ 15 દિવસનો સમય લાગે છે અને 75 રૂપિયા ફી લેવામાં આવે છે.
એડ્રેસ અપડેટ કરવાની રીત
એડ્રેસ અપડેટ કરવાનો વિકલ્પ પણ સર્વિસ ટેબમાં ઉપલબ્ધ છે. યુઝર બે રીતે એડ્રેસ અપડેટ કરી શકે છે. પહેલું એ કે વીજળી બિલ તેમજ બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ દ્વારા જેમ કે પરિવારનાં કોઈપણ સભ્યનું આધારકાર્ડ. બન્ને કેસમાં ફેસ ઓથેન્ટિકેશન અને પેમેન્ટ પછી રિક્વેસ્ટ યુઆઇડીએઆઇને મોકલવામાં આવે છે.
પરિવારનાં સભ્યોથી એડ્રેસ અપડેટ કરવાની રીત
કોઈ યુઝર પરિવારનાં સભ્યોનાં આધારકાર્ડ દ્વારા અપડેટ કરવા ઇચ્છે છે એ સભ્યોએ આધાર નંબર આપવો પડશે. ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશન અને પેમેન્ટ કરવા પર એડ્રેસ અપડેટની પ્રક્રિયા પૂરી થઈ જાય છે.
બાયોમેટ્રિક લોક કરવાની સરળ રીત
સુરક્ષા માટેનું આ સૌથી મહત્વનું ફીચર છે. નવી એપમાં આ હોમ પેજ પર તમને QR કોડની બરાબર નીચે Biometrics Unlocked રૂપમાં જોવા મળે છે, જેની પર ક્લિક કરીને તમે એક ટેપમાં તમારી ફિંગરપ્રિન્ટ અને આઇરિસ ડેટા લોક કરી શકો છો, જેમાં ક્લોનિંગ તેમજ છેતરપિંડીનું જોખમ રહેતું નથી.
Ahmedabad,Gujarat

