મોરબી મનપા દ્વારા વન વિક વન રોડ ડ્રાઇવ અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી શહેરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. વાવડી ચોકડીથી રાજપર ચોકડી સુધી દબાણો ખડકી દેવાયા હતા. 20 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. આમ છતા દબાણ દૂર ન કરતા અંતે મનપાની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે પહોંચી ગઈ હતી. ગેરકાયદે ખડકેલા બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા હતા. ફેન્સિંગ, દિવાલ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા. જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો.
Source link
