India US commerce deal : અમેરિકાએ સોમવારે મોટો નિર્ણય લઈને ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં ઘટાડો કર્યો છે. અમેરિકાએ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી. તે મારા શ્રેષ્ઠ મિત્રોમાંથી એક છે અને તેના પોતાના દેશના શક્તિશાળી અને આદરણીય નેતા છે. અમે વેપાર, રશિયા અને યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા જેવા ઘણા મુદ્દા પર વાતચીત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે અને અમેરિકા અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે.
ટ્રમ્પે આ પગલાને મિત્રતા અને આદરનું પ્રતીક ગણાવ્યું
ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર સહમત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા પછી જ રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કર્યો છે. તેમણે આ પગલાને મિત્રતા અને આદરનું પ્રતીક ગણાવ્યું હતું.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું કે વડા પ્રધાન મોદીએ અમેરિકા પાસેથી 500 અબજ ડોલરથી વધુની અમેરિકન ઉર્જા, ટેકનિક, કૃષિ, કોલસા અને અન્ય ઘણા ઉત્પાદનો ખરીદવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી અને હું બે લોકો એવા છીએ જે કામ કરીને બતાવે છ. આ વાત મોટાભાગના લોકો વિશે કહી શકાય નહીં.
Fantastic to talk with my pricey pal President Trump as we speak. Delighted that Made in India merchandise will now have a lowered tariff of 18%. Massive due to President Trump on behalf of the 1.4 billion folks of India for this glorious announcement.
When two massive economies and the…
— Narendra Modi (@narendramodi) February 2, 2026
આ પણ વાંચો – એર ઇન્ડિયાએ 787 ડ્રીમલાઇનરને ઉડાન ભરવાથી રોક્યું, પાયલટે આપી હતી ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં ગરબડીની સૂચના
આ જાહેરાતના થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બન્યા હતા, પરંતુ હવે તેમની તાજેતરની જાહેરાત દર્શાવે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો માત્ર સુધરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ફરીથી પહેલા જેવા બની રહ્યા છે.
ટ્રમ્પના પોસ્ટ પછી પીએમ મોદીએ પણ પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદો પર હવે 18 ટકા ટેરિફ લાગશે.
