બીજી તરફ, ફેબ્રુઆરી વાયદામાં 12 ટકા એટલે કે ₹20,328 નો ઘટાડો નોંધાયો અને કિંમત ₹1,49,075 રહી ગઈ હતી. આ દરમિયાન અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગન (J.P. Morgan) ના એક નવા રિપોર્ટે બજારમાં ભારે હલચલ મચાવી દીધી છે. બેંકનું કહેવું છે કે, વર્ષ 2026 ના અંત સુધીમાં સોનાની કિંમત (Gold Forecast) 8,000 થી 8,500 ડોલર પ્રતિ ઔંસ (અંદાજે ₹7.79 લાખ) સુધી પહોંચી શકે છે. જો આ ઔંસની કિંમતને 10 ગ્રામ સોનામાં રૂપાંતરિત કરીએ, તો તે ₹2,35,807 પ્રતિ 10 ગ્રામ થશે. આ વર્તમાન સ્તરની કિંમતોથી એક ઐતિહાસિક ઉછાળો સાબિત થશે.
