Final Up to date:
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી લીધી છે.
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી લીધી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ 225 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ભારતે 46 રને જીત મેળવી અને તેની સાથે 4-1થી સીરિઝ પણ પોતાના નામે કરી.
ઈશાન કિશનની સદી અને સૂર્યાકુમારની તોફાની અડધી સદીના જોરે ભારતે ન્યૂઝીલેન્ડને સામે 272 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી અર્શદીપ સિંહે પાંચ વિકેટ ઝડપી, આ જીત સાથે ભારતે ટી20 સીરિઝ પર 4-1થી કબ્જો કર્યો છે.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહોતી, ટિમ સેફર્ટ પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો. પરંતુ ફિન એલનની તોફાની બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડ ફરી ગેમમાં પાછું આવ્યું. એલને સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 22 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ 80 રન એલને બનાવ્યાં હતા. જ્યારે અને બેટ્સમેનોની વાત કરીએ તો, ફિલિપ્સે 7 રન, રચિન રવિન્દ્ર 30 રન, સેન્ટનર 0 રન, જેકબ્સ 7 રન, જેમિસન 9 રન, ડેરિન મિચેલ 23 રન, ફર્ગ્યૂસન 3 રન અને ઈશ સોઢી 33 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત પણ ખાસ રહી નહોતી. ભારત માટે ઓપનિંગ કરવા આવેલો સંજૂ સેમસન 6 રન બનાવીને આઉટ થઈ ગયો. જ્યારે અભિષેક શર્માએ 16 બોલમાં 30 રન બનાવ્યાં. બે આંચકા બાદ ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યાએ ટીમની કમાન સંભાળી, બંને વચ્ચે 57 બોલમાં 137 રની પાર્ટનરશીપ થઈ હતી. સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 63 રન ફટકાર્યા હતા. જ્યારે ઇશાન કિશને 42 બોલમાં સદી ફટકારી હતી. તેના 103 રનમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 42 રન ફટકાર્યા. આમ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 272 રનનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો.
Jan 31, 2026 10:33 PM IST

