Final Up to date:
Samsung AI બેસ્ડ સ્માર્ટ AC ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર છે. આ નવા સ્માર્ટ એસી સીરિઝમાં 23 નવા મોડલ લોન્ચ કરશે. આ એસીની સૌથી મોટી ખાસિયત એ છે કે જે 30 ટકા સુધી વીજળી બચત કરશે.
Samsung ભારતમાં AI બેસ્ડ સ્માર્ટ AC ની નવી રેન્જ આ વર્ષે લોન્ચ કરશે. કંપનીનો દાવો છે કે આ નવી સ્માર્ટ એસી સીરિઝ 30 ટકા સુધી વીજળીની બચત કરશે. સેમસંગ કંપની આ નવા ‘WindFree’ સ્માર્ટ એસી સીરિઝમાં 23 નવા મોડલ લોન્ચ કરશે. આ સ્માર્ટ એસી સીરિઝ નવા એનર્જી રેટિંગની સાથે આવી શકે છે.
30 ટકા વીજળીની બચત કરશે
PTI નાં રિપોર્ટ અનુસાર સેમસંગનો દાવો છે કે આ સ્માર્ટ એસીથી યુઝર્સ 30 ટકા સુધી વીજળીનાં બિલને બચાવી શકે છે. આ નવી સીરિઝની સાથે સેમસંગ રૂમ એર કન્ડિશનર (RC) પોર્ટફોલિયોમાં AI શામેલ કરનારી દેશની પહેલી કંપની બનશે. આ વર્ષે ‘વિંડફ્રી’ એસીનાં 23 નવા મોડલ લોન્ચ કરવામાં આવશે. આ મોડલ સેમસંગની બીસ્પોક AI ટેક્નોલોજીથી લેસ હશે, જેનો ઉપયોગ કંપની વર્તમાનમાં એનાં પ્રીમિયમ રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને ડ્રાયર જેવા ઉપકરણોમાં કરી રહી છે.
જાણો કિંમત વિશે
Bespoke AI બિક્સિબીનાં માધ્યમથી વોઇસ કંટ્રોલ અને એડવાન્સ મશીન લર્નિંગનો ઉપયોગ કરીને યુઝર્સને પર્સનલાઇઝ્ડ સુવિધાઓની સાથે સાથે વીજળીની બચત કરવામાં મદદ કરે છે. કંપની એની આ નવી AI સ્માર્ટ એસી સીરિઝને 32490 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરી શકે છે.
સેમસંગની આ નવી WindFree સ્માર્ટ એસી સીરિઝમાં એનર્જી એફિશિએન્ટ બનાવવા માટે AI ટેક્નોલોજીનો યુઝ કરવામાં આવશે. આ સીરિઝ એસી ઇન્વર્ટર ટેક્નોલોજીથી લેસ હશે, જેમાં 4- વે સ્વિંગ, 5 સ્ટેપ કન્વર્ટિબલ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવશે. સેમસંગની આ નવી સીરિઝમાં હાઇજિનનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ એસીમાં ઇઝી ટૂ ક્લીન ફિલ્ટર આપવામાં આવશે જે 99 ટકા સુધી બેક્ટેરિયા ફ્રી હશે.
સેમસંગ ઇન્ડિયાનાં ડિઝિટલ ડિવાઇસ ડિપાર્ટમેન્ટનાં વાઇસ પ્રેસિડન્ટ ગુફરાન આલમે કહ્યું કે AI ઉર્જા મોડ દ્વારા ગ્રાહકોને 30 ટકા સુધીની વીજળીની બચત થશે. આમ, તમે ગરમીમાં નવુ એસી લેવાનું વિચારી રહ્યાં છો તો આ એક સારો ઓપ્શન હોઇ શકે છે. આ એસીમાં તમને લાઇટ બિલમાં મોટો ફરક દેખાઇ શકે છે.
Ahmedabad,Gujarat

