ઈરાનમાં ભયાનક જંગની તૈયારી શરુ! મેટ્રો સ્ટેશન બનશે બંકર, ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરશે રશિયા

ઈરાનમાં ભયાનક જંગની તૈયારી શરુ! મેટ્રો સ્ટેશન બનશે બંકર, ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરશે રશિયા

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ઈરાન અને રશિયાથી આવી રહેલા બે સમાચાર સંકેત આપી રહ્યા છે કે મધ્ય પૂર્વમાં કોઈ પણ સમયે મોટો ધમાકો અથવા મહાયુદ્ધ છંછેડાઈ શકે છે.

News18
News18

તેહરાન: ઈરાન અને અમેરિકાની વચ્ચે ટેન્શન વધતી જાય છે અને દિવસેને દિવસે તેહરાન પર એટેકનો ખતરો વધી રહ્યો છે. ટ્રમ્પે પહેલા દરિયામાં પોતાના આર્માડા તૈનાત કર્યા, પછી ખામેનેઈ પાસે ન્યૂક્લિયર પર સમાધાન કરવાનું પ્રેશર નાખ્યું. ટ્રમ્પે ઈરાન પર પહેલા પણ ખતરનાક એટેક કરવાની ધમકી આપી છે. ઈરાને પણ હાથ ટ્રિગર પર રાખેલા છે. આવી સ્થિતિની વચ્ચે કોઈ પણ સમયે અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ શરુ થવાનો ડર બનેલો છે. આવા સમયે તેહરાનમાંથી બે એવી વાત સામે આવી છે, જેના કારણે મિડલ ઈસ્ટમાં સન્નાટો છવાયેલો છે.

તેહરાન મેટ્રો સ્ટેશન બનશે વોર બંકર

ઈરાન અને રશિયાથી આવી રહેલા બે સમાચાર સંકેત આપી રહ્યા છે કે મધ્ય પૂર્વમાં કોઈ પણ સમયે મોટો ધમાકો અથવા મહાયુદ્ધ છંછેડાઈ શકે છે. ઈરાનની રાજધાની તેહરાનના મેયર અલીરેજા જકાનીએ આ ખતરનાક જાહેરાત કરી છે. અમેરિકા અને ઈઝરાયલના વધતા ખતરાને જોતા તેહરાનના મેટ્રો સ્ટેશનો અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લોટ્સને ઈમરજન્સી વોર શેલ્ટરમાં બદલી રહ્યા છે.

ઈરાનને ડર છે કે અમેરિકા કોઈ પણ ક્ષણે તેમના સૈન્ય ઠેકાણા અથવા પરમાણુ કેન્દ્રો પર હવાઈ હુમલો કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈ પહેલા જ એક સુરક્ષિત અંડરગ્રાઉન્ડ ભોંયરામાં શિફ્ટ થઈ ચૂક્યા છે.

ઈરાને જવાબી કાર્યવાહી માટે પોતાની સેનાને 1000 નવા ઘાતક ડ્રોન સોંપ્યા છે. જેથી કોઈ પણ હુમલાને કચડી નાખનારો જવાબ આપી શકે છે.

રશિયા છોડશે પરમાણુ પ્લાન્ટ

આ ઉપરાંત રશિયાએ પણ મોટો નિર્ણય લીધો છે. રશિયા પરમાણુ ઊર્જા નિગમના પ્રમુખ એલેક્સી લિખાચેવે અલ ઝઝીરાને જણાવ્યું કે રશિયા બુશહર પરમાણુ સંયંત્રમાંથી પોતાના કર્મચારીઓને કાઢવા માટે તૈયાર છે. દાવો થઈ રહ્યો છે કે ત્યાં લગભગ 400 રશિયન નિષ્ણાત અને તેમના પરિવાર રહે છે. રશિયાએ તેમને અઝરબૈઝાન અને આર્મેનિયાના રસ્તે નીકળવાનો પ્લાન તૈયાર કર્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ ડીલ સાઈન કરવા અથવા પછી અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલાનો સામનો કરવાની અંતિમ ચેતવણી આપી દીધી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *