2 વાર દારુ પીને ફ્લાઈટ ઉડાવી, 3 વર્ષ સસ્પેન્ડ રહ્યા: અજિત પવારના પાયલટની કાળી કુંડળી

2 વાર દારુ પીને ફ્લાઈટ ઉડાવી, 3 વર્ષ સસ્પેન્ડ રહ્યા: અજિત પવારના પાયલટની કાળી કુંડળી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

એવિએશન નિયમો અનુસાર, ઉડાનથી પહેલા એક ટીપું પણ દારૂ મોતનું વોરન્ટ હોઈ શકે છે. પણ કેપ્ટન સુમિત કપૂરના રેકોર્ડમાં બે મોટી ઘટનાઓ નોંધાયેલી છે.

News18
News18

નવી દિલ્હી: આકાશની ઊંચાઈ પર 15 હજાર કલાકોની મુસાફરી ખેડનારા એક જાંબાઝ પાયલટ જેના ખભે મહારાષ્ટ્રના કદાવર નેતા અજિત પવારની સુરક્ષાની જવાબદારી હતી. સફેદ વર્દી, ખભા પર ચાર સોનેરી પટ્ટી અને આત્મવિશ્વાસથી ભરપૂર ચહેરો પણ આ ચમકતા કરિયરની પાછળ અમુક તો એવા કાળા ધબ્બા હતા, જે હવે સામે આવી રહ્યા છે. કેપ્ટન સુમિત કપૂર પાસે 15,000થી વધારે કલાકોની ઉડાનનો વિશાળ અનુભવ હતો. આટલા કલાકનો અર્થ છે કે તેમણે પોતાની જિંદગીનો એક મોટો ભાગ વાદળોની વચ્ચે વિતાવ્યો હતો. પણ હાલના ખુલાસાએ તેમની ઇમાનદારી પર ગંભીર સવાલ ઊભા કરી દીધા છે. તપાસમાં સામે આવ્યું છે કે કેપ્ટન સુમિતનો અતીત દારૂ અને સુરક્ષા નિયમોના ઉલ્લંઘનથી ભરેલો રહ્યો છે.

બે વાર લીકર પોઝિટિવ હોવાનો આરોપ

એવિએશન નિયમો અનુસાર, ઉડાનથી પહેલા એક ટીપું પણ દારૂ મોતનું વોરન્ટ હોઈ શકે છે. પણ કેપ્ટન સુમિત કપૂરના રેકોર્ડમાં બે મોટી ઘટનાઓ નોંધાયેલી છે.

  • 13 માર્ચ 2010: દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ નંબર S2-231 (દિલ્હી-બેંગલુરુ)ના સંચાલનની ઠીક પહેલા તે Breath Analyzer (BA) ટેસ્ટમાં દારૂ પોઝિટિવ આવ્યો. આ તેમના કરિયર પર પહેલો મોટો ડાઘ હતો.
  • 7 એપ્રિલ 2017: સાત વર્ષ બાદ તેમણે ફરી એવી જ ભૂલ કરી. દિલ્હીથી ગુવાહાટી જતી ઉડાન સંખ્યા S2-4721 દરમ્યાન ફરી વાર દારૂના નશામાં ડ્યૂટી પર પહોંચ્યા અને પકડાયા.

ત્રણ વર્ષ લાંબુ સસ્પેન્શન

બીજી વાર પકડાઈ ગયા બાદ નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે કડક વલણ અપનાવ્યું. 24 એપ્રિલ 2017ના રોજ એક સત્તાવાર આદેશ જાહેર કરી તેમને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. કોઈ પણ કોમર્શિયલ પાયલટ માટે ત્રણ વર્ષનું સસ્પેન્શન કરિયરના અંત સમાન હોય છે. તેમ છતાં તેમણે વાપસી કરી અને VSR વેંચર્સ જેવા ઓપરેટર સાથે જોડાઈને વીઆઈપી ફ્લાઇટ ઉડાવવા લાગ્યા.

VSR વેંચર્સ અને પાયલટના સિલેક્શન પર સવાલો થયા

હવે સવાલ આ પ્રાઇવેટ ઓપરેટર પર પણ થઈ રહ્યા છે, જેણે એક એવા પાયલટને રાજ્યના નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા સોંપી, જેનો સુરક્ષા રેકોર્ડ પહેલાથી શંકાસ્પદ હતો. શું કંપનીએ કેપ્ટન સુમિતના બેકગ્રાઉન્ડની ઠીકથી તપાસ કરી હતી? બારામતીમાં જે રીતે વિમાને પહેલી વાર લેન્ડિંગ મિસ કરી અને પછી ગો અરાઉન્ડ દરમ્યાન ક્રેશ થયું, તે ક્યાંકને ક્યાંક માનવીય ચૂક તરફ ઇશારો કરી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *