અહીં બેટ પર રહેતા પરિવારો પશુપાલન અને માછીમારી કરીને પોતાના પેટનો ખાડો પૂરી રહ્યા છે. અહીંના કેટલાય પરિવારો સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટ જેવા શહેરોમાં મજૂરી કરવા જાય છે. ગુજરાતના કહેવાતા વિકાસ મોડેલ સામે અનેક વેધક સવાલો અહીં ઊભા થાય છે. જોકે અહીં ડેમ બન્યા બાદ કેટલાક લોકોને જમીન મળી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. પરંતુ તે કેટલાક લોકોને મળી છે, અહીંના લોકોનું જીવન સમસ્યાઓથી ભરેલું છે. ચોમાસું આવે એટલે સાત મહિના જેટલો સમય અહીં પાણી રહે છે. ત્યારે ત્રણ મહિના પાણી ઉતરે તો આવા જવાનો માર્ગ થતો હોય છે. અહીં અનેક રાજકીય આગેવાનો વોટબેંકને લઈ આવ્યા, પ્રલોભનો આપ્યા પરંતુ વિકાસની વાતો પણ કરી તેમાં ગ્રામજનોનો વિકાસ નથી થયો. તેઓ આજે પણ દીવાની જ્યોતની જેમ ઝૂમી રહ્યા છે. કેટલાક લોકો એવું કહે છે કે અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ, પરંતુ પાછળના ભવિષ્યનું શું? સરકાર અહીં માત્ર આંગણવાડી અને લાઈટની સુવિધા આપે તો અમારા માટે ખૂબ સારું છે, તેવું સ્થાનિકો કહી રહ્યા છે.

