દોઢ કલાકની બેઠક અને ઐતિહાસિક નિર્ણયો :- PM મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. ત્યારબાદ વડાપ્રધાનના નિવાસસ્થાનની મુલાકાત અને માત્ર દોઢ કલાકની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો પાકિસ્તાનની “લોન-પરસેવાની રાજદ્વારી” થી તદ્દન વિપરીત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2022 માં CEPA કરાર પછી વેપાર ઝડપી ગતિએ વધ્યો છે. હવે, ભારતના MSME ક્ષેત્રને પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરેશિયામાં વિસ્તૃત કરવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ $200 બિલિયનના બજારનો છે.

