Final Up to date:
જોન અબ્રાહમની ફિટનેસ વિશે દરેક લોકો જાણે છે. એક્ટર એમનાં ડાયટને લઈને ખૂબ પઝેસિવ છે. ફિટ એન્ડ ફાઇન રહેવા માટે જોન અબ્રાહમ અનેક વસ્તુઓ ખાવાનું ટાળે છે.
બોલિવૂડ સિતારા એમની ફિટનેસ, ડાયટ અને લાઇફસ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અનેક એક્ટર્સ એવા હોય છે જે વર્ષો સુધી સખત ડાયટ ફોલો કરે છે અને પછી એમની બોડીને એ આદત પડી જાય છે. સામાન્ય વસ્તુઓ પણ પચવામાં તકલીફ પડી શકે છે. લેટેસ્ટમાં ફેમસ સેલિબ્રિટી ટ્રેનર વિનોદ ચન્નાએ આ વિશે ખૂલીને વાત કરી હતી. વિનોદ કે જેમને અનેક ટોપનાં બોલિવૂડ સિતારાઓને ટ્રેન કર્યા છે અને હાલમાં અંબાણી પરિવારનાં ફિટનેસ ટ્રેનર છે. ટ્રેનરે જણાવ્યું કે જોન અબ્રાહમ એમનાં ડાયટને લઈને વધારે પઝેસિવ છે અને વર્ષો સુધી એક્ટરે ખાંડને હાથ લગાવ્યો નથી. આ સાથે એ વાતનો ખુલાસો પણ કર્યો કે શિલ્પા શેટ્ટીએ પ્રેગનન્સી પછી બહુ નેચરલ રીતે પોતાનું વજન ઓછું કર્યું છે.
ડાયટને લઈને સ્ટ્રિક્ટ છે જોન અબ્રાહમ
હિન્દી રશને આપેલાં ઇન્ટરવ્યૂમાં ચન્નાએ જોન અબ્રાહમની ફિટનેસ જર્ની પર વાત કરતા જણાવ્યું હતું કે જોન એનાં ડાયટમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરતા નથી. એક્ટરે જણાવ્યું કે ટ્રેનર પોતે પણ ગળ્યું ખાવાની સલાહ આપે છે, તેમ છતાં જોન ખાંડથી દૂર રહે છે. વિનોદ અનુસાર જોન એક શિસ્તબદ્ધ વ્યક્તિ છે. ટ્રેનર જણાવે છે કે જોનને હું એમ કહું કે તમારે માત્ર ચાર જ પ્રકારની વાનગીઓ ખાવાની છે તો માત્રને માત્ર એ ચાર જ વસ્તુઓ ખાશે. એ બીજી કોઈ વસ્તુને હાથ પણ લગાવશે નહીં. એક્ટર પોતાનાં ડાયટને સ્ટ્રિક્ટ ફોલો કરે છે.
જોનને લઈને ટ્રેનરનું શું કહેવું છે?
જોનનો એક કિસ્સો શેર કરતા વિનોદ જણાવે છે કે એકવાર ફિલ્મનાં શૂટિંગ દરમિયાન જોનની સાથે હું હાજર હતો. કોઈ વિદેશી રાજકુમારી જે જોનની દોસ્ત હતી અને સેટ પર આવી હતી. ડાઇનિંગ ટેબલ પર મૂકેલી લગભગ બધી વસ્તુઓ પૂરી કરી દીધી હતી અને મજાકમાં કહ્યું હતું કે જોને બધું ખાઈ લીધું છે. આની પર વિનોદે તરત જવાબ આપતા કહ્યું કે આ બિલકુલ પોસિબલ નથી. ટ્રેનરે વધુમાં જણાવ્યું કે મને સો ટકા વિશ્વાસ છે કે જોન આટલો બધો ખોરાક ખાય નહીં કારણકે એ ક્યારેય પણ ડાયટની સાથે કોમ્પ્રોમાઇઝ કરતા નથી.
પેટ થઈ જાય છે ખરાબ
વિનોદ આગળ જણાવે છે કે જોન અબ્રાહમ વર્ષોથી ખાંડ ખાતા નથી. આમ, જોન છેલ્લાં ઘણાં સમયથી ડાયટ ફોલો કરે છે તેમ છતાં રીંગણ અને ભીંડાનું શાક ખાઈ લે તો અચાનક પેટમાં ગડબડ થઈ શકે છે. આ વસ્તુઓ ઘણાં સમયથી ખાધી નથી. આમ, જો આ વસ્તુઓ અચાનક ખાવામાં આવી જાય તો પેટ પચાવી શકતું નથી.
Mumbai,Maharashtra

