Nationwide Farmers Day 2025 Historical past and Significance : રાષ્ટ્રિય કિસાન દિવસ 2025 ઇતિહાસ અને મહત્વ
કિસાન દિવસ ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવાય છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેતી, ખેડૂતનું ખાસ મહત્વ છે. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ, ખેડૂતોના અમૂલ્ય યોગદાનને સમ્માનિત કરવા માટે ઉજવાય છે. ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે. તેમનું અથાક કાર્ય રાષ્ટ્રને પોષણ આપે છે, ગ્રામીણ અર્થતંત્રને ટકાવી રાખે છે અને દરેક ઘરને મજબૂત બનાવે છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ 23 ડિસેમ્બરે કેમ ઉજવાય છે, ઇતિહાસ, મહત્વ વિશે જાણો. (Photograph: Freepik)
