દ્વારકામાં પૂરપાટ ઝડપે આવતી કાર રેસ્ટોરન્ટના કાચ તોડીને અંદર ઘુસી ગઈ. બેફામ રફ્તારના કહેરના CCTV સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે આવતી એક કાર સીધી રેસ્ટોરન્ટની અંદર ઘુસી ગઈ. જેના કારણે રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા તૂટી ગયા અને દીવાલને મોટું નુક્સાન પહોંચ્યું. દ્વારકાનાં સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાં આ ઘટના બની. રબારી ગેટ હાઇવે વિસ્તાર પાસે બાંસુરી ગ્રીન રેસ્ટોરન્ટમાં અચાનક જ એક કાર પુર જોશમાં આવી અને કાચના દવાજા તોડીને અંદર ઘૂસી ગઈ. સદનસીબે અકસ્માત સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે આ ઘટનામાં રેસ્ટોરન્ટ માલિકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કારચાલક પાસે લાયસન્સ છે કે નહીં અને તે નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈ તપાસ શરુ કરાઈ છે.
Source link
