દ્વારકા જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. નદીઓમાં પણ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે ત્યારે નાવદ્રા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં તણાતી એક કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કાગળની હોડીની માફક એક કાર તણાઈ રહી છે. મહત્વનું છે કે સદનસીબે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મેઘરાજા ચોમાસાના પ્રારંભથી ગુજરાતભરમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
Source link
