જ્યારે કેટલાક એક્સપર્ટે મોર્નિંગસ્ટારના અહેવાલને ફગાવી દેતા કહ્યું કે સોનામાં 40% ઘટાડો ત્યારે જ શક્ય છે જ્યારે વેપાર યુદ્ધ, ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાનો અંત આવે, જે હાલમાં એવું કઈ જ દેખાય રહ્યું નથી. LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, 7 એપ્રિલ, 2025થી સોનામાં 8percentનો વધારો થયો છે, અને બજારમાં સેન્ટિમેન્ટ તેજીનું રહ્યું છે. જોકે, રોકાણકારો હજુ પણ સાવધ છે અને વૈશ્વિક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.
