આચાર્ય ચાણક્ય એક કુશળ કુટનીતિજ્ઞ અને રાજનીતિજ્ઞ તરીકે જાણીતા છે. તેમણે તેમની નીતિઓના દમ પર એક સાધારણ બાળકને સમ્રાટ બનાવી દીધો હતો. આ નીતિઓનો સંગ્રહ ચાણક્ય નીતિ છે. આચાર્ય ચાણક્યની નીતિ પર ચાલનારા લોકો આજે પણ સફળતા મેળવી રહ્યા છે. ચાણક્ય નીતિમાં એવી અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વ્યક્તિને પગલે પગલે કામ આવે છે. પછી ભલે તે કારકિર્દીની વાત હોય કે અંગત જીવનની.
આચાર્ય ચાણક્યનું કહેવુ છે કે ધનપ્રાપ્તિ કરવા માટે મહેનતની સાથે મા લક્ષ્મીને પ્રસન્ન કરવી અત્યંત જરૂરી છે. જો તમે મા લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો તો જીવનભર આ 5 મહિલાઓનું સન્માન જરૂર કરો.
આચાર્ય ચાણક્યનું કહેવુ છે કે જે વ્યક્તિ તેની માતાનું સન્માન કરે છે અને તેની ચિંતા કરે છે, તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે છે. એવી વ્યક્તિના જીવનમાં સુખસમૃદ્ધિ અને ખુશી હંમેશા ટકી રહે છે. આથી લોકોએ નિ:સ્વાર્થ ભાવથી પોતાની માતાની સેવા કરવી જોઈએ.
ગુરુ કે શિક્ષકની પત્નીની પત્ની પણ મા સમાન હોય છે અને તેમને પણ એટલુ જ સન્માન આપવુ જોઈએ જેટલુ તમે તમારી માતાનું કરો છો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
પત્નીની માતાનું એટલે કે સાસુનું પણ એજ સ્થાન હોય છે જે માતાનું હોય છે. આથી સાસુનું પણ સન્માન કરવુ જોઈએ. તેનાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે અને પરિવારમાં પણ પ્રેમભાવ બની રહે છે.
તમારા મિત્રની પત્નીને પણ હંમેશા સન્માનની નજરોથી જોવી જોઈએ અને તેમના પ્રત્યે પણ સન્માન વ્યક્ત કરવુ જોઈએ. તેનાથી સંબંધો વિશ્વાસ અને સ્નેહ વધે છે.
આચાર્ય ચાણક્યનુ કહેવુ છે કે રાજાની પત્ની પણ મા સમાન હોય છે કારણ કે એક તેઓ તેમની પ્રજાને સંતાનની જેમ રાખે છે. આથી રાજાની પત્નીનું પણ સમ્માન કરવુ જોઈએ.







