આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરતા સમયે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે.
