Final Up to date:
સિનેમાની દુનિયામાં ઘણાં એક્ટર એવા છે જે લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે. આમ, આજે અમે તમને એક એવા એક્ટર વિશે જણાવીશું કે જેમણે પોતાની ફિલ્મ માટે 28 દિવસમાં 18 કિલો વજન ઓછું કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં એક્ટર એવા છે જે તેમની ભૂમિકા માટે તનતોડ મહેનત કરતા હોય છે. હાવભાવથી લઈને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન સુધી એમ દરેક વસ્તુ પર ધ્યાન આપતા હોય છે. આમ આજે અમે તમને એક એવા એક્ટર વિશે જણાવીશું કે જેમને દિવસ રાત ભૂખ્યા રહીને જોરદાર વજન ઉતાર્યું હતુ. તો અમે વાત કરી રહ્યાં છીએ બોલિવૂડનાં હેન્ડસમ હંક રણદીપ હુડ્ડાની. રણદીપ હુડ્ડાએ વર્ષ 2016 માં એક ફિલ્મ કરી હતી જેની પાછળની કહાની જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. આમ, અમે વાત કરી રહ્યાં છીએ વર્ષ 2016 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સરબજીત’ ની. આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ 28 દિવસમાં 18 કિલો વજન ઘટાડી દીધું હતું.
‘સરબજીત’ માટે રણદીપ હુડ્ડાએ ઘટાડ્યું હતું 18 કિલો વજન
રણદીપ હુડ્ડાએ શુભાંકર મિશ્રાનાં પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે, ‘સરબજીત’માં મારા પાત્ર માટે મેં 18 કિલો વજન ઘટાડ્યું હતું. આ સાથે જ કેવી રીતે વજન ઘટાડ્યું હતું તે વિશે પણ વાત કરી હતી. વાતચીત દરમિયાન એક્ટરે જણાવ્યું હતું કે, મને જણાવવામાં આવ્યું હતું કે આપણે પહેલાં પંજાબનાં ભાગથી શૂટિંગ કરીશું, જેમાં કુશ્તીનાં સીન હતા. પરંતુ અચાનક જ પ્લાન બદલી દીધો. ત્યારબાદ મેં મારું જમવાનું ઓછું કરી દીધું જેની અસર મારા શરીર પર થઈ.
આ રીતે ઘટાડ્યું હતું 18 કિલો વજન
રણદીપ હુડ્ડાએ આ દરમિયાન ટ્રાન્સફોર્મેશનનું સીક્રેટ પણ શેર કર્યું હતું. એક્ટરે જણાવ્યું હતું કે, હિન્દુ અને ઇસ્લામ બંનેમાં ફાસ્ટિંગનો કોન્સેપ્ટ છે અને મેં આ કોન્સેપ્ટની સાથે વજન ઓછું કર્યું છે. કારણ કે આપણું પાચન તંત્ર જિંદગી ભર સતત કામ કરે છે અને જો કોઈ હેલ્થ ઇશ્યુ થાય છે તો એ પેટથી થાય છે. ફાસ્ટિંગ દ્વારા પાચન તંત્રને આરામ આપ્યો અને સ્વસ્થ રહ્યો. જ્યારે તમે જમવાનું જમો છો ત્યારે આળસું થઈ જાવો છો. પરંતુ તમે ખાવાનું ખાતા નથી તો એક્ટિવ રહો છો. આ માટે એકથી બે દિવસનું વ્રત રાખો. આ સાથે એક્ટરે જણાવ્યું હતું કે વ્રતમાં માત્ર પાણી પીઓ, ખાવાનું ટાળો. વ્રત હેલ્થ માટે બેસ્ટ છે, જેનાથી લુક્સ પણ સારો થાય છે.
Mumbai,Maharashtra

