મનોરંજન ન્યૂઝ | એક્ટર આમિર ખાન બોલીવુડના “મિસ્ટર પરફેક્શનિસ્ટ” તરીકે ઓળખાય છે. એક્ટર ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં છે. એક્ટરે 5 જુલાઈના રોજ પોતાના મુંબઈના ઘરે એક સાદા અને પારિવારિક સમારોહમાં ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી લીધા છે.
આમિર ખાન હંમેશા પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખ્યું છે, તેણે તાજતેરમાં ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા છે, જેના ફોટોઝ અને વિડિયોઝ વાયરલ થયા છે.
આમિર ખાન લવ લાઈફ
રીના દત્તા
રીના દત્તા સાથે એક્ટરની લવસ્ટોરી સ્ટાર બન્યા તે પહેલાં શરૂ થઈ હતી. આમિર ખાને 986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે, આમિર ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યો હતો અને કયામત સે કયામત તક ફિલ્મથી તેને હજુ સુધી ખાસ ઓળખ મળી ન હતી.
એવું કહેવાય છે કે તે બંને પાડોશી હતા, અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. પરિવાર તરફથી શરૂઆતની નારાજગી છતાં, તેમણે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે બાળકો છે, જુનૈદ ખાન અને ઇરા ખાન.
આમિર અને રીના લગભગ 16 વર્ષ સાથે રહ્યા પછી 2002 માં છૂટાછેડા લઈ લીધા. અલગ થવા છતાં, તેઓ હજુ પણ સારા સંબંધો ધરાવે છે અને ઘણીવાર તેમના બાળકો સાથે સંકળાયેલા કૌટુંબિક કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે.
કિરણ રાવ
આમિર ખાન ફિલ્મ નિર્માતા કિરણ રાવને લગાન ફિલ્મના શૂટિંગ દરમિયાન મળ્યો હતો, જ્યાં કિરણ સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહી હતી. શરૂઆતમાં, તેમનો સંબંધ ફક્ત મિત્રતા હતો, પરંતુ સમય જતાં, તે પ્રેમમાં પરિણમ્યો હતો. તેમણે ડિસેમ્બર 2005 માં લગ્ન કર્યા હતા.
તેમના લગ્ન પછી, તેઓએ ઘણી ફિલ્મો અને સામાજિક પહેલ પર સાથે કામ કર્યું હતું. 2011 માં તેમના પુત્ર, આઝાદ રાવ ખાનનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.
લગભગ 15 વર્ષના લગ્નજીવન બાદ આમિર અને કિરણે જુલાઈ 2021 માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. એક સંયુક્ત નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પતિ-પત્ની તરીકે અલગ થઈ રહ્યા છે, પરંતુ તેમના પુત્ર આઝાદનો ઉછેર સાથે જ કરશે. તેઓ સારા મિત્રો રહે છે અને ઘણા જાહેર કાર્યક્રમોમાં સાથે દેખાય છે.
Alpha Box Office Collection Day 1 । આલિયા ભટ્ટની ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં આટલા કરોડની કમાણી કરી, જિગરા ફિલ્મને પાછળ છોડી?
ગૌરી સ્પ્રેટ
ગૌરી સ્પ્રેટ સાથે આમિર ખાનના જીવનની એક નવી શરૂઆત કરી રહ્યો છે. ગૌરી સ્પ્રેટે કિરણ રાવથી અલગ થયાના થોડા વર્ષો પછી આમિર ખાનના જીવનમાં પ્રવેશ કર્યો હતો. આમિરે પોતે તેના સંબંધો જાહેર કર્યા, અને કહ્યું કે ગૌરી તેના પરિવારને મળી હતી અને તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે બંનેએ હંમેશા તેમના સંબંધોને ખાનગી રાખ્યા હતા, તેઓ ક્યારેક ક્યારેક સાથે જોવા મળતા હતા.
આમિર ખાને તેના લગ્ન વિશે વિગતો શેર કરી એજ પ્રમાણે 5 જુલાઈ રવિવારના રોજ તેમના ઘરે એક સાદગીપૂર્ણ પ્રસંગથી લગ્ન કર્યા હતા. ફક્ત બંને પરિવારના સભ્યો અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
