200MP કેમેરા, 7600mAh મોટી બેટરી વાળો પાવરફુલ iQOO Z11 Turbo સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

200MP કેમેરા, 7600mAh મોટી બેટરી વાળો પાવરફુલ iQOO Z11 Turbo સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


iQOO Z11 Turbo launched: આઈક્યુએ ચીનમાં પોતાની Z-Collection નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. iQOO Z11 Turbo કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે. iQOO Z11 ટર્બો 200MP પ્રાઇમરી રિઅર કેમેરા, 7600mAh બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ અને 1TB સુધીના સ્ટોરેજ જેવા ફિચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જાણો આ નવા iQOO સ્માર્ટફોનમાં શું ખાસ છે? કિંમત અને ફિચર્સને લગતી દરેક ડિટેલ્સ.

iQOO Z11 ટર્બો સ્પેસિફિકેશન્સ

iQOO Z11 ટર્બોમાં 6.59-ઇંચ (2750×1260 પિક્સેલ) 1.5K AMOLED 19.64:9 ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 144Hz રિફ્રેશ રેટ, 300 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ, 5000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ, HDR10 + ને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે Schott Defend ગ્લાસ પ્રોટેક્શન પ્રદાન કરે છે. ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Gen 5 3nm મોબાઇલ પ્લેટફોર્મ અને Adreno 840 GPU છે.

આઇક્યુના આ ફોનમાં 12GB/16GB રેમ સાથે 256GB/512GB/1TB  ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન મળે છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 16 બેસ્ડ Origin OS 6 છે.

iQOO Z11 ટર્બોમાં એપરચર એફ /1.88 સાથે 200 એમપી પ્રાઇમરી રિઅર કેમેરા સેટઅપ અને એપર્ચર એફ /2.2 સાથે 8 મેગાપિક્સલના અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ સાથે ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં અપર્ચર એફ/2.2 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર છે.

આ પણ વાંચો – સેમસંગે 6000mAh બેટરી અને 50MP કેમેરા વાળો સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો, જાણો કિંમત અને ફિચર્સ

ડિવાઇસનું ડાઇમેંશન 157.61×74.42×8.1mm અને તેનું વજન લગભગ 202 ગ્રામ છે. ફોન ધૂળ અને સ્પ્લેશ પ્રતિરોધક છે અને IP68 + IP69 રેટિંગ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે, સ્માર્ટફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11 BE, બ્લૂટૂથ 6.0, USB Sort-C 2.0, NFC જેવા ફીચર્સ છે. આ સ્માર્ટફોનમાં 7600mAhની મોટી બેટરી છે જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

iQOO ઝેડ11 ટર્બો કિંમત

iQOO Z11 ટર્બો સ્માર્ટફોનનું વેચાણ ગુરુવારથી (15 જાન્યુઆરી, 2026) ચીનમાં શરુ થઇ ગયું છે. ડિવાઇસના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,699 યુઆન (લગભગ 34,960 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 2,999 યુઆન (લગભગ 38,840 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે.

12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 3,199 યુઆન (લગભગ 42,735 રૂપિયા)માં લોન્ચ કર્યો છે. 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 3,499 યુઆન (લગભગ 45,315 રૂપિયા) અને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ મોડેલની કિંમત 3,999 યુઆન (51,790 રૂપિયા) છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *