ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના ખૂબ જ અપેક્ષિત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ 109 કિલોમીટર લાંબા, ચાર-લેન, ઍક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવેના ઉદઘાટન સાથે અમદાવાદથી ધોલેરાની સફર હવે ફક્ત 45 મિનિટમાં પૂર્ણ થશે. જેમાં અગાઉ બે કલાક જેટલો સમય લાગતો હતો. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સ્થિત ગિફ્ટ સિટીની જેમ ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) પણ પીએમ મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક નવું શહેર સ્થાપિત થઈ રહ્યું છે. આ એક્સપ્રેસવે શરૂ થતાં ધોલેરા હવે વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચવા માટે તૈયાર છે.
ધોલેરાના વિકાસને પાંખો લાગશે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે પોતાના ‘X’ એકાઉન્ટ પર લખતા ગડકરીએ જણાવ્યું હતું કે 109 કિલોમીટર લાંબો, ચાર-લેનનો અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે (NE-08) કનેક્ટિવિટીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. તે અમદાવાદ અને ઝડપથી ઉભરતા ધોલેરા પ્રદેશ વચ્ચે મુસાફરી માટે એક મુખ્ય માર્ગ બનવા માટે તૈયાર છે.
In Gujarat, Hon’ble Prime Minister Shri @narendramodi Ji inaugurated the 109 km, 4️⃣-lane Ahmedabad–Dholera Greenfield Expressway (NE-08), marking a significant step towards strengthening seamless connectivity between Ahmedabad and the rising Dholera area. The expressway… pic.twitter.com/eCYW4yu0Uo
— Nitin Gadkari (@nitin_gadkari) March 31, 2026
તેમણે જણાવ્યું હતું કે એક્સપ્રેસવે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડે છે. વધુમાં તે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) અને આગામી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુલભતામાં સુધારો કરે છે. ગડકરીએ કહ્યું કે એક્સપ્રેસવે લોજિસ્ટિક્સ અને વેપારની ગતિવિધિને વેગ આપશે. જ્યારે લોથલ જેવા મુખ્ય ઐતિહાસિક સ્થળો સાથે કનેક્ટિવિટી પણ વધારશે.
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની મુખ્ય વિશેષતાઓ
- 109 કિલોમીટર લાંબો, ચાર-લેનનો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે NE-08 તરીકે આપવામાં આવ્યું છે.
- તે ચાર અલગ અલગ પેકેજોમાં બનાવવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તેને આઠ લેન સુધી વિસ્તૃત કરવાની સંભાવના સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
- એક્સપ્રેસવે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે અને ધોલેરા એરપોર્ટ સાથે સીધો જોડાણ પ્રદાન કરશે.
વધતા પ્રદૂષણ સામે રક્ષણ આપશે આ 5 ઈન્ડોર પ્લાન્ટ્સ, ઘરની હવા બનશે શુદ્ધ અને તાજી
એક્સપ્રેસવે ક્યાંથી શરૂ થાય છે?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે સરખેજ નજીક સ્થિત સરદાર પટેલ રિંગ રોડથી શરૂ થાય છે. તે NH-8A જંકશન પાસે આવેલું છે. આ અમદાવાદ આવવા અને જવા માટેનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પર સ્થિત મુખ્ય ઇન્ટરચેન્જ સરખેજ, સિંધરેજ (લગભગ 22મા કિલોમીટરના માર્કે), વેજલકા (લગભગ 48મા કિલોમીટરના માર્કે), અને પીપળી છે. જે ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક સ્થિત છે. પીપળી 9.56 કિલોમીટર લાંબા લિંક રોડ દ્વારા જોડાયેલ છે. આંબાલી ઇન્ટરચેન્જથી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સુધી સીધો પ્રવેશ ઉપલબ્ધ છે. આ એક્સપ્રેસવે હાલમાં ચાર-લેન કોરિડોર તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેને ભવિષ્યમાં આઠ લેન સુધી વિસ્તૃત કરવાની જોગવાઈ છે.
