Final Up to date:
બુધવારે સોનાએ ઇતિહાસ રચતા પહેલી વાર બજારમાં 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીના આંકડાને પાર કરી લીધો. તો વળી ચાંદી પણ ઉછળીને 3.58 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઉપર પહોંચી ગઈ છે.
Gold Worth Right this moment: સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડતોડ તેજી જોવા મળી રહી છે. બુધવારે સોનાએ ઇતિહાસ રચતા પહેલી વાર બજારમાં 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીના આંકડાને પાર કરી લીધો. તો વળી ચાંદી પણ ઉછળીને 3.58 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઉપર પહોંચી ગઈ છે.
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત એક જ દિવસમાં 5734 રૂપિયા વધીને 1,64,365 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. આ અગાઉ આ ભાવ 1,58,901 રૂપિયા હતો. 22 કેરેટ સોનું પણ મોંઘું થઈને 1,50,806 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું, જે પહેલા 1,45,553 રૂપિયા હતો. વળી 18 કેરેટ સોનાનો ભાવ વધીને 1,23,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.
ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. ચાંદી 13,703 રૂપિયા ચઢીને 3,58,267 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે પહેલા તેનો ભાવ 3,44,564 રૂપિયા હતો.
બજારની સાથે સાથે MCX પર પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. સોનું 5 ફેબ્રુઆરી 2026નો કોન્ટ્રાક્ટ લગભગ 3.80 ટકા વધી 1,63,697 રુપિયા પર પહોંચી ગયું. તો વળી ચાંદી 5 માર્ચ 2026નો કોન્ટ્રાક્ટ 6.13 ટકાની તેજી સાથે 3,78,109 રુપિયા થઈ ગયો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદીની કિંમતોમાં મજબૂતી જોવા મળી. સોનું 3.24 ટકા ચઢી 5287 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 5.78 ટકા વધી 112 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.
Jan 28, 2026 11:05 PM IST

