સુરતીઓ ઘરની બહાર નીકળતો લાકડીઓ લઈને નીકળજો. કેમ કે, સુરતને શ્વાનોએ બાનમાં લીધું છે. સુરતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ઘરની બહાર નીકળતા લોકોને તુરંત શ્વાન શિકાર બનાવી લે છે. શ્વાન હુમલાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સુરતમાં દરરોજ 100થી વધુ લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ઘરની બહાર રમતા બાળકો અને મોર્નિંગ વોક માટે નીકળતા વૃદ્ધો પર શ્વાન હુમલા કરી રહ્યા છે. જેથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે.
Source link
