ઉપરાંત જીતુ વાઘાણીએ કહ્યું કે, “આવો, આ પરંપરાને ઓળખો, સમજો અને તેનો આનંદ માણો. આવા કાર્યક્રમો માત્ર મનોરંજન નહીં પરંતુ સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાવાનું માધ્યમ છે.” આ આયોજન સુરત શહેર માટે ગૌરવની બાબત બની રહ્યું છે. અશ્વ રેસ, ઘોડાઓની તાલીમ, શિસ્ત, ઝડપ અને શાન દર્શાવતો આ હોર્સ શો લોકોમાં વિશેષ ઉત્સાહ જગાવી રહ્યો છે.

