સીમા હૈદર ફરી વાર મમ્મી બની, છઠ્ઠા બાળકને જન્મ આપ્યો, જાણો આ વખતે દીકરી થઈ કે દીકરો?

સીમા હૈદર ફરી વાર મમ્મી બની, છઠ્ઠા બાળકને જન્મ આપ્યો, જાણો આ વખતે દીકરી થઈ કે દીકરો?

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર પબજી ગેમ રમતા નોઈડાના રબૂપુરાના રહેવાસી સચિન મીણાના કોન્ટેક્ટમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ થયો અને ત્રણ વર્ષ પહેલાં સીમા પોતાના ચાર બાળકો સાથે નેપાળના રસ્તે ભારતમાં આવી ગઈ.

News18
News18

નોઈડા: ગ્રેટર નોઈડાના રબૂપુરામાં રહેતા પાકિસ્તાનથી આવેલી મહિલા સીમા હૈદરે મંગળવારે બીજા બાળકને જન્મ આપ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગ્રેટર નોઈડાના ખાનગી હોસ્પિટલમાં સીમાએ દીકરાને જન્મ આપ્યો છે. ડિલિવરી બાદ બાળક અને માતા બંને સ્વસ્થ છે. મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ રબૂપુરા પહોંચતા સચિનના પરિવારે દીકરાના જન્મની ખુશીમાં મીઠાઈ વહેંચી હતી. ગત વર્ષે સીમાએ એક દીકરીને જન્મ આપ્યો હતો, જે લગભગ અગિયાર મહિનાની થઈ ચૂકી છે. સીમા હૈદરે આ વખતે બાળકને જન્મ આપ્યો છે.

પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર પબજી ગેમ રમતા નોઈડાના રબૂપુરાના રહેવાસી સચિન મીણાના કોન્ટેક્ટમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ થયો અને ત્રણ વર્ષ પહેલાં સીમા પોતાના ચાર બાળકો સાથે નેપાળના રસ્તે ભારતમાં આવી ગઈ. તે રબૂપુરામાં સચિન મીણા સાથે રહેવા લાગી હતી. તેનો ખુલાસો થતાં સીમા હૈદર સાથે સચિન મીણા તથા તેના પિતાને પણ જેલમાં જવું પડ્યું હતું.

આ મામલો મહિનાઓ સુધી મીડિયામાં ચર્ચાયો હતો. ગત વર્ષે 18 માર્ચના રોજ સીમાએ સચિન મીણાની દીકરીને જન્મ આપ્યો હતો. તેના લગભગ અગિયાર મહિના બાદ હવે તેમને ત્યાં દીકરાનો જન્મ થયો છે. જો કે સચિન મીણા અને તેના પરિવારે આ સંબંધમાં વધારે જાણકારી આપવાની ના પાડી છે. આપને જણાવી દઈએ કે, સીમાએ આ છઠ્ઠા બાળકને જન્મ આપ્યો છે. ગ્રેટર નોઈડાના કૃષ્ણા હોસ્પિટલમાં બંને સ્વસ્થ છે.

સીમા-સચિન બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ

સાથે જ જણાવી દઈએ કે, સીમા અને સચિન મીણા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. બંને યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર બ્લોગ તથા અલગ અલગ વીડિયો બનાવી પોસ્ટ કરે છે. બંનેને યૂટ્યૂબ ચેનલ પર બે મિલિયનથી વધારે સબ્સક્રાઇબર છે. તો વળી ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલોવરની સંખ્યા એક મિલિયન છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *