Final Up to date:
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે વહેલી સવારે એક કેદીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. નિશાંનસિંઘ રઘબીરસિંઘ લુહાર નામના કેદીએ જેલની અંદર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ સવારે 2.56 વાગ્યે સાબરમતી જેલ તરફથી રાણીપ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી, જેના બાદ પોલીસ તાત્કાલિક જેલ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ : શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે વહેલી સવારે એક કેદીએ આત્મહત્યા કર્યાની ચકચાર જગાવતી ઘટના સામે આવી છે. નિશાંનસિંઘ રઘબીરસિંઘ લુહાર નામના કેદીએ જેલની અંદર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ સવારે 2.56 વાગ્યે સાબરમતી જેલ પ્રશાસન દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ તાત્કાલિક જેલ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ફોટોમાં દેખાતો આરોપી મૃતક કેદી નિશાંનસિંઘ લુહાર મૂળ પંજાબનો રહેવાસી હતો. મળતી માહિતી અનુસાર આરોપીએ સુરત રેલવે સ્ટેશન પરથી ગાંધીધામ જતી ટ્રેનમાં મુસાફરના બેગની ચોરી કરી હતી. આ મામલે વિરમગામ રેલવે પોલીસે 8 જાન્યુઆરી 2026ના રોજ તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. આરોપી હાલ કાચા કામનો કેદી તરીકે જેલમાં બંધ હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કેદીને સાબરમતી જેલની શાંતિનિકેતન બેરેકમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં કાચા કામના અંદાજે 50 જેટલા આરોપીઓ રહે છે. કેદી બેરેકના અંદરના ભાગમાં સૂતો હતો અને ત્યારબાદ તેણે પોતાની માથાની પાઘડી વડે લટકી જઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ અંગે અમદાવાદ એલ ડિવિઝનના એસીપી દિગ્વિજય સિંહ રાણાએ જણાવ્યું હતું કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના એક કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ઘટનાને લઈ રાણીપ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક જાણકારી મુજબ કેદી ડિપ્રેશનમાં હોવાનું અનુમાન છે, જો કે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે બેરેકમાં રહેલા અન્ય કાચા કામના કેદીઓની પણ પૂછપરછ કરવામાં આવશે જેથી સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે. સાથે જ મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. જેલ પ્રશાસન અને પોલીસ દ્વારા ફોરેન્સિક સહિતની જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
Ahmedabad,Gujarat

