સચિન તેંડુલકરના એકના એક દીકરાના લગ્નની પ્રિ વેડિંગ શરુ થઈ, વરરાજા સાથે પપ્પાએ પણ વટ પાડ્યો

સચિન તેંડુલકરના એકના એક દીકરાના લગ્નની પ્રિ વેડિંગ શરુ થઈ, વરરાજા સાથે પપ્પાએ પણ વટ પાડ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

લગ્ન માટે મુંબઈ સ્થિત સચિનના ઘરને રવિવારથી શણગાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સચિનના કેટલાય જૂના સાથી પણ તેમના દીકરાના લગ્નમાં હાજર રહેવા માટે મુંબઈ પહોંચી રહ્યા છે.

News18
News18

જામનગર: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સચિન તેંડુલકરે દીકરા અર્જુનની પ્રી-વેડિંગ સેરેમનીમાં મહેફિલ લૂંટી લીધી. અર્જુન તેંડુલકરના સાનિયા ચંદોક સાથે લગ્ન થઈ રહ્યા છે. લગ્નની તારીખ 5 માર્ચની છે. વળી પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં થઈ રહી છે. પ્રી-વેડિંગ સેરેમનીમાં મહેંદીની રસમ માટે જતાં તેંડુલકર અને ચંદોક પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સચિન તેંડુલકર પોતાના ડેશિંગ લુકમાં વટ પાડી રહ્યા છે. તો વળી વરરાજા અર્જુન પણ ક્રીમ કલરના ડ્રેસમાં જોવા મળ્યો છે. વીડિયોમાં સચિન અને અર્જુન ઉપરાંત તેની બહેન સારા તેંડુલકર અને મા અંજલી પણ દેખાઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, લગ્ન માટે મુંબઈ સ્થિત સચિનના ઘરને રવિવારથી શણગાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સચિનના કેટલાય જૂના સાથી પણ તેમના દીકરાના લગ્નમાં હાજર રહેવા માટે મુંબઈ પહોંચી રહ્યા છે. સચિન પોતાના એકના એક દીકરાના લગ્નમાં કોઈ કમી રાખવા નથી માગતા. સચિને પોતાના દીકરાના લગ્નમાં સામેલ થવા માટે પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અમિત શાહ અને રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપ્યું છે.

પિતાની માફક અર્જુન પણ ક્રિકેટર છે

26 વર્ષના અર્જુન પોતાના પિતાની માફક એક ક્રિકેટર છે. જો કે અર્જુનનું કરિયર કંઈ ખાસ નથી જોવા મળતું. પણ તે સતત મહેનત કરી રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં અર્જુન હાલ ગોવા તરફથી રમી રહ્યો છે. ગોવા માટે અમુક મેચોમાં અર્જુને પોતાની દમદાર રમતથી ખૂબ પ્રભાવિત પણ કર્યા છે. અર્જુન એક લેફ્ટ હેન્ડ પેસ બોલિંગ ઓલરાઉન્ડર છે.

ઘરેલુ ક્રિકેટ ઉપરાંત અર્જુન ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ડેબ્યૂ કરી ચૂક્યો છે. આઇપીએલમાં તેનું ડેબ્યૂ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી થયું હતું. જો કે મુંબઈએ તેને આઇપીએલ 2026 માટે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે ટ્રેડ કર્યો છે. આવા સમયે અર્જુન પહેલી વાર પંતની કપ્તાનીમાં રમવા માટે તૈયાર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *