શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

શિવરાજપુરમાં 07/09/2025 એ પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 5 હજારથી 21,151 રૂપિયા ઇનામ મળશે. હજરત જાકુપીરની દરગાહે 500 વર્ષથી મેળો યોજાય છે. સૌરાષ્ટ્રભરમાંથી કુસ્તીબાજ ઉમટી પડશે.

શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે
શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે રાજાશાહી વખતથી પરંપરાગત મલકુસ્તી યોજાઈ છે. આ કુસ્તી સ્પર્ધામાં બળવીરોના પારખાં થયા હતા. ત્યારે શિવરાજપુર ખાતે પરંપરાગત મલકુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું છે. આગામી તા. 07/09/2025 ને રવિવારે સ્પર્ધા યોજાશે. જેમાં વિજેતા ખેલાડીઓને જુદી જુદી કેટેગરીમાં 5 હજારથી લઈ 21,151 રૂપિયા સુધીનું ઇનામ અપાશે. હજરત જાકુપીરની દરગાહ ખાતે છેલ્લા 500 વર્ષથી દર ભાદરવી પૂનમે મલકુસ્તી મેળો યોજાય છે. જેમાં ઓખામંડળ, બરાડી (કલ્યાણપુર), બરડા અને સમગ્ર હાલાર પંથકમાંથી કુસ્તીબાજો ઉમટી પડે છે.

હિન્દુ-મુસ્લિમ સમાજની એકતાના પ્રતીક સમાન બંને કોમના લોકો અહીં જાગુબસાદાદાને શીશ ઝુકાવતા હોય છે. દ્વારકાથી 10 કિમી દૂર આવેલા મુસ્લિમ સ્થાનક હિન્દુઓનું પણ માનીતું સ્થાન ગણવામાં આવે છે. મેળાનું યુવાઓ અને આજુબાજુના લોકોમાં જબરું આકર્ષણ હોય છે. જેને લઈને બળબળતી ભાદરવીની ગરમી અને તાપ વચ્ચે પણ હજારોની સંખ્યામાં કુસ્તીપ્રેમીઓ ઉમટી પડે છે. મહત્વનું છે કે, રાજાશાહી વખતમાં રાજા પોતાની સેનામાં ભરતી કરવા માટે અંગરક્ષકોની નિમણૂક કરવા માટે મલકુસ્તી મેળાનું આયોજન કરતા હતા. જેમાં જે યુવાનો સારો દેખાવ કરતા તેને રાજ્યની સેનામાં નિયુક્તિ મળતી હતી. જે પરંપરાને આજના સમયમાં પણ અકબંધ રાખી છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા હવે આ આયોજન કરવામાં આવે છે. જેમાં ઇનામી વાત કરવામાં આવે તો 8 થી 12 વર્ષની વય જૂથમાં પ્રથમ નંબર મેળવનારને 10,000 રૂપિયા ઉપરાંત દ્વિતીય નંબર મેળવનારને 7,000 રૂપિયા અને તૃતીય નંબર મેળવનારને 5,000 રૂપિયાનો ઇનામ આપવામાં આવશે. વધુમાં 13 થી 17 વર્ષની વય જૂથમાં પણ 10,000, 7,000 અને 5000 રૂપિયા એમ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને અપાશે. સાથે જ 18 થી 22 વર્ષની ઉંમરમાં પ્રથમ નંબર મેળવનારને 12,000 દ્વિતીય નંબર મેળવનારને 10,000 અને તૃતીય નંબર મેળવનારને 8,000 રૂપિયા અપાશે. બીજી તરફ 22 થી ઉપરની ઉંમરના વય જૂથમાં પ્રથમ નંબર મેળવનારને 15,000 દ્વિતીય નંબર મેળવનારને 12,000 અને તૃતીય નંબર મેળવનારને 10,000 રૂપિયા ઇનામ પેટે અપાશે. આ ઉપરાંત સમગ્ર સ્પર્ધા દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનારને 21,151 રૂપિયા જેવું ઇનામ આપવામાં આવશે.

આ પણ વાંચો: સવારે ઊઠતાની સાથે ખાઈ લો આ વસ્તુના માત્ર બે પીસ, શરીરમાં આવી જશે ઘોડા જેવી તાકાત

માલ કુસ્તીની સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાના શરીર પર કોઈ પણ જાતના દાગીના પહેરવાના રહેશે નહીં. સાથે જ લંગોટ બાંધીને જ મેદાનમાં ઉતરવાનું રહેશે. ટ્રેક કે પેન્ટ પહેરેલ સ્પર્ધકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ખેલાડીઓએ પોતાનું આધાર કાર્ડ સહિતની વિગતો પણ સાથે રાખવી અને નિર્ણાયકનો નિર્ણય આખરી ગણવામાં આવશે. સાથે 8 થી 12 અને 13 થી 17 વયજૂથમાં પ્રતિભાશાળી ખેલાડીઓને સરકારની યોજનાઓ માટે પસંદગી પણ કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *