Vivo V70 FE Launch : વીવો કંપનીએ ભારતમાં તેનો V Sequence મિડ રેન્જ સ્માર્ટફોન Vivo V70 FE લોન્ચ કર્યો છે. વીવો V70 FE કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે અને તેને 200MP પ્રાયમરી રિયર કેમેરા, 7000mAh બેટરી અને 6.83 ઇંચની મોટી ડિસ્પ્લે જેવા ફીચર્સ આવે છે. લેટેસ્ટ વીવો ફો IP68 અને IP69 રેટિંગ સાથે ફોન અંડરવોટર ફોટોગ્રાફીને પણ સપોર્ટ કરે છે. લેટેસ્ટ વીવો V70 FE સ્માર્ટફોનની કિંમત, કેમેરા અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.
Vivo V70 FE કિંમત
વીવો V70 FE સ્માર્ટફોનના 8 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અનુક્રમે 40,999 રૂપિયા અને 44,999 રૂપિયામાં રાખવામાં આવી છે. આ હેન્ડસેટને મોનસૂન બ્લુ અને નોર્ધન લાઈટ્સ પર્પલ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ વીવોની વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને એમેઝોન પર શરૂ થશે. ડિવાઇસના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે. આ ફોન 9 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
વીવો V70 FE હેન્ડસેટના પર કંપની Vivo TWS 3e ઇયરબડ્સ ઓફર કરી રહી છે જે 1,499 રૂપિયામાં ANC ફીચર સાથે આવે છે. આ સિવાય એસબીઆઈ, અમેરિકન એક્સપ્રેસ, યસ બેંક અને બેંક ઓફ બરોડા જેવા પસંદગીના બેંક કાર્ડ્સ પર 10 ટકા કેશબેક ઓફર પણ છે. કંપની નો કોસ્ટ ઇએમઆઈ ઓપ્શન્સ અને એક્સચેન્જ બોનસ પણ ઓફર કરી રહી છે.
Vivo V70 FE સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે : વીવો V70 FE સ્માર્ટફોનમાં 6.83-ઇંચ 1.5 કે (2800×1260 પિક્સેલ્સ) OLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 1900 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ અને HDR10 + સર્ટિફિકેશન પ્રદાન કરે છે.
પ્રોસેસર, હાર્ડવેર : વીવો વી70 એફઇ ફોનમાં 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7360-ટર્બો ચિપસેટ છે. આ ડિવાઇસ 12 જીબી રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપે છે.
By no means miss a mischief. Slay each element with 200MP OIS Extremely-Clear Predominant Digicam on vivo V70 FE.
Pre-book now!#vivoV70FE#PortraitSoPro#SlayEveryDetailpic.twitter.com/75l4XS2lQj
— vivo India (@Vivo_India) April 2, 2026
સોફ્ટવેર : વીવો V70 FE સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 આધારિત OriginOS 6 સાથે આવે છે અને ફ્રન્ટ કેમેરા પાસે Origin Island આપવામાં આવ્યું છે. વીવોએ આ ફોનમાં 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.
કેમેરા : વીવો વી 70 એફઇ સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 1.88, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન (ઓઆઇએસ) સાથે 200 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર અને ઓરા લાઇટ સપોર્ટ છે. હેન્ડસેટમાં એપરચર એફ / 2.2 સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં એઆઈ મેજિક વેધર, એઆઈ મેજિક લેન્ડસ્કેપ અને એઆઈ ફોર-સીઝન પોટ્રેટ જેવા ફીચર્સ પણ છે.
બેટરી : વીવો V70 FE ફોનમાં 7000mAh બેટરી છે જે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે બેટરી માત્ર 60 મિનિટમાં 1 થી 100 ટકા સુધી ચાર્જ થઈ જશે.
આ પણ વાંચો | ભારતનો પ્રથમ સેલ્ફી મિરર ફોન લોન્ચ, ડ્યુઅલ 50MP કેમેરા અને રિવર્સ ચાર્જિંગ ફીચર્સ
Vivo V70 FE ફીચર્સ
વીવો V70 FE સ્માર્ટફોન વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP68 અને IP69 રેટિંગ ધરાવે છે. ફોન અંડરવોટર ફોટોગ્રાફીને પણ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં 5 જી, 4 જી એલટીઇ, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસનું માપ 163.7×76.2×7.59mm અને વજન લગભગ 200 ગ્રામ છે.
