આમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ 2026 માં મોન્સૂન સામાન્ય કરતા માત્ર 92 ટકા રહેવાનો અંદાજ છે અને અલ નીનો વિકસિત થવાની આશંકા છે, જેનાથી ગ્રામીણ આવક અને ખાદ્ય મોંઘવારી પર અસર પડી શકે છે. ગ્લોબલ બ્રોકરેજના એશિયા વ્યુમાં કોરિયા, તાઈવાન, ચીન, ઊર્જા, મટિરિયલ અને ટેક સેક્ટરને ઓવરવેટ કરવામાં આવ્યા છે, જ્યારે ફાયનાન્શિયલ સેક્ટર પર સકારાત્મક વલણ યથાવત છે. બીજી તરફ ભારત, ડિસ્ક્રિશનરી, ઇન્ડસ્ટ્રીયલ અને કોમ્યુનિકેશન સર્વિસીસને ન્યૂટ્રલમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. પ્રોપર્ટી અને યુટિલિટીઝને ન્યૂટ્રલમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે, જ્યારે ASEAN, હેલ્થકેર અને સ્ટેપલ્સને અંડરવેટ કરવામાં આવ્યા છે.
