Final Up to date:
ગાંધીનગરના અડાલજમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવનું આયોજન થયું છે. જે મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ હાજરી આપી હતી. ત્યારે જાણો આ મહોત્સવમાં તેમણે શું કહ્યું.
ગાંધીનગર: જિલ્લાના અડાલજ ખાતે 23 જાન્યુઆરીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીની 200 વર્ષની સમૈયા મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું અડાલજના જમીયતપુરા રોડ પર આર વર્લ્ડ સામે આવેલા પર્વ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે આ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીની 200 વર્ષની પૂર્ણાહુતિ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયા અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા વિશેષ ઉપસ્થિત યોજાયો હતો.
સમાપન સમારોહમાં સંબોધન દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિનિયમો અને શિસ્તના મહત્વ પર ભાર અંગે વાત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે “શિક્ષાપત્રીમાં કુલ 212 શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે માનવ જીવનને સંસ્કારી અને વ્યસનમુક્ત બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ પવિત્ર ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા તે સંપ્રદાય માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આજે લાલજી મહારાજે મારો આભાર માન્યો, પરંતુ હકીકતમાં ભગવાન સ્વામિનારાયણના દેશ અને વિશ્વ પર અણમોલ ઉપકારો છે.”
સાથે જ તેમણે કહ્યું કે “ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં પરિક્રમા કરીને અનેક કુરિવાજો દૂર કર્યા અને સમાજને સાચો માર્ગ બતાવી રાષ્ટ્રના ઘડતર માટે પાયો નાંખ્યો. હજારો સંતો જોડે સંવાદ કરીને ફક્ત 200 શ્લોકમાં નિર્માણ કર્યું તે પુષ્ટિ માર્ગીય સાહિત્યનો અર્થ ઉપયોગી તત્વો વ્યવહારુ કાર્ય કર્યા છે. બ્રહ્મ સાથે આત્માને જોડવાની પ્રક્રિયા બની એટલું જ નહીં ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં વિચરણ કર્યું અનેક મંદિરોનું જાતે નિર્માણ કર્યું. આજે આટલા વર્ષો પછી પણ ધર્મના પુનઃઉત્થાન કર્યું. સ્વામિનારાયણ ભગવાન ભલે ઉત્તર પ્રદેશના છપૈયામાં જન્મ થયો પરંતુ ગુજરાતમાં અનેક ખેડાણ અવિસ્મરણીય છે.”
વધુમાં અમિત શાહે જણાવ્યું કે “ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં વિચરણ કરીને અનેક મંદિરોનું જાતે નિર્માણ કરાવ્યું, ગૌશાળાઓ, વેદશાળાઓ અને પંચદેવ મંદિરોની સ્થાપના કરી. સમાજમાંથી યજ્ઞબલી, જાતિવાદ અને અન્ય અનેક કુપ્રથાઓ દૂર કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. હું પણ સ્વામિનારાયણના લાડુડી ખાઈને મોટો થયો છું. સેંકડો મંદિરોનું નિર્માણ થયું છે અને વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે. રામ મંદિરનું નિર્માણ, કલમ 370 દૂર કરવી અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) જેવા નિર્ણયો નરેન્દ્ર મોદી સરકારમાં શક્ય બન્યા છે. સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ ન થાય, આવું શાસન ક્યારેય નહીં આવે જે સનાતન પરંપરાને નુકસાન પહોંચાડે. શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી આચાર્ય મહારાજના સાનિધ્યમાં ભવ્ય રીતે પૂર્ણ થઈ હતી, જેમાં બે પેઢીઓ સુધી જોડાયેલા હરિભક્તોએ ભાગ લીધો હતો.”
Gandhinagar,Gujarat

