‘વંદે માતરમ્’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર રંગ જમાવ્યો, દરેકના હૈયામાં દેશભક્તિનો જોશ ભરી દીધો

‘વંદે માતરમ્’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર રંગ જમાવ્યો, દરેકના હૈયામાં દેશભક્તિનો જોશ ભરી દીધો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Republic Day 2026 Parade: આજે દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ ભારે ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવાયો. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં 30 ઝાંખીઓએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ કરીને ગુજરાતની ઝાંખી (ગુજરાતના ટેબ્લો)એ સૌના હૈયામાં દેશભક્તિનો જોશ ભરી દીધો હતો.

ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર રંગ જમાવ્યો
ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર રંગ જમાવ્યો

નવી દિલ્હીઃ આજે દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ ભારે ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવાયો. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં 30 ઝાંખીઓએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ કરીને ગુજરાતની ઝાંખી (ગુજરાતના ટેબ્લો)એ સૌના હૈયામાં દેશભક્તિનો જોશ ભરી દીધો હતો. ગુજરાતનો ટેબ્લો ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખૂબ જ ભવ્ય અને પ્રેરણાદાયી રહ્યો હતો. આ ટેબ્લોમાં સ્વદેશી, આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના મંત્રને અદ્ભુત રીતે દર્શાવવામાં આવ્યા હતા. આગળના ભાગમાં મેડમ ભીખાજી કામા ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. જ્યારે ટેબ્લોના મધ્ય ભાગમાં મહાત્મા ગાંધી ચરખો કાંતતા દેખાયા હતા. આ દૃશ્ય જોઈને કર્તવ્ય પથ પર દરેક લોકો ‘વંદે માતરમ’ અને ‘ભારત માતાકી જય’ના નારા લગાવવા લાગ્યા હતા.

ગુજરાતના ટેબ્લોએ દરેકનું ધ્યાન ખેંચ્યું

‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77માં પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ હતું. આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ: શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરી.

શું છે ગુજરાતના ટેબ્લોમાં ખાસ?

આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત ‘વંદે માતરમ’ લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા હતા. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ 1907માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની ‘ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ’મા પણ રજુ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં ‘વંદે માતરમ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી હતી, જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ ‘વંદે માતરમ’ લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો. ત્યારબાદના ક્રમે, 1907મા વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો.

વર્ષ 1917મા હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો, જ્યારે વર્ષ 1921મા વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો હતો. 1931મા પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. જોકે, આખરે 22 જુલાઈ, 1947ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું.

‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું. સ્વદેશી-આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના આ સશક્ત મૂલ્યોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ સતત સંવર્ધિત કરવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે. સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *