બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સમાજો કુરિવાજોનો ત્યાગ કરીને સમાજના ઉદ્ધાર માટે એકત્રિત થઈ રહ્યા છે. થોડા દિવસો પૂર્વે ઠાકોર સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું હતું, અને હવે જાગીરદાર રાજપૂત સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું છે. ઓગડ તાલુકાના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને નવા બંધારણની ઘોષણા કરવામાં આવી હતી.
બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી હજારો લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સમાજમાં વર્ષોથી ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપીને, લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. જાગીરદાર રાજપૂત સમાજના લોકો આ નવા નિયમોને વધાવી રહ્યા છે અને એક સંગઠિત થયા છે.
1. દીકરા-દીકરીબાની સગાઈમાં મર્યાદિત ખર્ચ: એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને 2100 રૂપિયા.
2. દીકરા-દીકરીબાના લગ્ન પ્રસંગે જુગાર રમવાની મનાઈ.
3. વરરાજાને લગ્ન પ્રસંગે મર્યાદિત ભેટ: એક વીંટી, ઘડિયાળ, સાફો, સેલુ અને 1100 રૂપિયા.
4. મોરવીને એક જોડી કપડાં અથવા રોકડ રકમ.
5. ચોરીમાં બે વ્યક્તિઓની હાજરી.
6. 11 જોડી કપડાંની આપ-લે.
7. કલાકારો, ડીજે અને બેન્ડની મનાઈ.
8. હલ્દી પ્રથા બંધ.
9. વરઘોડામાં ઘોળ પ્રથા બંધ.
10. મર્યાદિત સંખ્યામાં જવાનો નિયમ.
11. ઝાપા શીખ પ્રથા બંધ.
12. બારણું રોકવાનો દાગીનો નહીં, મર્યાદિત રોકડ રકમ.
મરણ પ્રસંગના નિયમો:
13. ભાતી આપવી-લેવી નહીં.
14. બારા તેરસ આપવી-લેવી નહીં.
15. મહેમાનોને ભાડું આપવું-લેવું નહીં.
16. અસ્થિ વિસર્જન ફક્ત કુટુંબના સભ્યો સુધી મર્યાદિત.
17. મરણ પ્રસંગે સાડી આપવી નહીં, માત્ર 20-50 રૂપિયા
