Renault Bridger Idea Unveiled, know Launch Timeline : ફ્રેન્ચ કાર ઉત્પાદક રેનોલ્ટે પોતાની નવી કોમ્પેક્ટ એસયુવી રેનો બ્રિઝરથી પડદો ઉઠાવી દીધો છે, જે ભારતમાં લોન્ચ કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર રેનોલ્ટ બ્રિઝર 2027 ના અંત સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે, જે કંપનીની લાઇન-અપમાં રેનોલ્ટ કિગર અને રેનોલ્ટ ડસ્ટર વચ્ચે પોઝિશન કરવામાં આવશે. આ સાથે જ કંપનીએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ એસયુવીને પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ વિશ્વના અન્ય દેશોમાં મોકલવામાં આવશે.
રેનોલ્ટ બ્રિઝર ડિઝાઇન
રેનોલ્ટ બ્રિઝર કોન્સેપ્ટ એસયુવીની ડિઝાઇન મોટાભાગે બોક્સી અને મસ્કુલર રાખવામાં આવી છે. તેના ફ્રન્ટમાં એલઇડી લાઇટ સ્ટ્રીપ્સ સાથે વચ્ચે ઇલુમિનેટેડ “RENAULT” લેટર્સ છે. આ સિવાય ફ્રન્ટમાં બ્લેક-આઉટ ગ્રિલ સેક્શન, સ્ક્લ્પ્ટેડ બોનેટ અને સ્ટ્રોંગ સ્કિડ પ્લેટ અને વાઇડ એર ડેમ છે, જે એસયુવી ઓફ-રોડિંગ કેરેક્ટરના લુકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
સાઇડ અને રિયર ડિઝાઇન
રેનોલ્ટ બ્રિઝરની સાઇડ પ્રોફાઇલ વિશે વાત કરીએ તો કંપનીએ તેની બાજુમાં કેટલાક ખાસ એલિમેંટ્સ પણ આપ્યા છે, જેમાં સ્ક્વેર વ્હીલ આર્ક ક્લેડિંગ, 18-ઇંચ સ્ક્વેર-સ્પોક એલોય વ્હીલ્સ, 200 એમએમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સી પિલરમાં ઇન્ટિગ્રેટેડ રીઅર ડોર હેન્ડલનો સમાવેશ થાય છે.
રિઅર પ્રોફાઇલમાં સૌથી મોટી હાઇલાઇટ ટેઇલગેટ પરનું સ્પેર વ્હીલ છે, જે આ એસયુવીને એક રગ્ડ લુક આપે છે. સાથે શાર્પ એલઇડી ટેલલેમ્પ્સ અને મજબૂત સ્કિડ પ્લેટ્સ પણ આપવામાં આવે છે.
ઇન્ટિરિયર અને સ્પેસ
કંપનીએ હજી સુધી બ્રિઝરના સંપૂર્ણ ઇન્ટિરિયરનો ખુલાસો કર્યો નથી, પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર તેને સ્પેસની દ્રષ્ટિએ આ સેગમેન્ટમાં વધુ સારી સારું બતાવવામાં આવી રહ્યું છે. 200 એમએમ અને 400 લિટર બૂટ સ્પેસ મુખ્ય આકર્ષણ હોઇ શકે છે, જે સબ -4 મીટર એસયુવી કરતા વધુ કેબિન સ્પેસ બનાવશે. કંપનીના જણાવ્યા અનુસાર તેની બૂટ સ્પેસ કિયા સેરોસ કરતા લગભગ 10 લિટર વધુ હશે.
આ પણ વાંચો – હ્યુન્ડાઇ Venue નું ડીઝલ વેરિએન્ટ લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને શું છે ખાસ
પાવરટ્રેન
રેનોલ્ટ બ્રિઝરને મલ્ટિ-એનર્જી એસયુવી તરીકે લોન્ચ કરવામાં આવશે, જેમાં કંપની પેટ્રોલ એન્જિન સાથે હાઇબ્રિડ પાવરટ્રેન અને ફૂલ ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરશે. આ એસયુવી આર-જીએમપી પ્લેટફોર્મ પર આધારિત હશે, જેનો કંપનીનો દાવો છે કે તેમાં ક્લાસ લીડિંગ ફ્યૂલ એફિશિએંસી મળશે.
રેનોલ્ટ બ્રિઝર ઇન્ડિયા લોન્ચ
નવી રેનોલ્ટ બ્રિઝર 2027 ના અંત સુધીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે, જેનું ઉત્પાદન ચેન્નાઈના રેનોલ્ટ પ્લાન્ટમાં કરવામાં આવશે અને લોન્ચ થયા પછી ભારતમાં ઉત્પાદિત યુનિટ વિદેશી બજારોમાં મોકલવામાં આવશે.
