દ્વારકામાં ગોમતી નદીમાં યાત્રિકોની ડૂબવાની વધતી જતી ઘટનાઓને લઈ તંત્ર સતર્ક થયું છે. ફાયર વિભાગને તંત્ર દ્વારા રિમોટ બોટ ફાળવવામાં આવી છે. રિમોટ કંટ્રોલ રેસ્ક્યૂ ક્રાફ્ટ પાણીમાં ડૂબતા લોકોને બચાવવા મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ ગોમતી ઘાટ પર ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરાઈ છે. ગોમતી નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. હાઈસ્પીડ રેસ્ક્યૂ બોટ સાથે ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે. નદીમાં સ્નાન કરવા ન જવા લોકોને કલેક્ટરે અપીલ કરી છે. આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
Source link
