રાહુલ ગાંધી અને વિપક્ષની સુપ્રીમ કોર્ટ માર્ચ પર CJI સૂર્યકાંતે કહ્યું – ન્યાયપાલિકાને કોઈ ડરાવી-ધમકાવી શકે નહીં

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Supreme Courtroom : સુપ્રીમ કોર્ટે ગુરુવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓની અરજીઓ પર સુનાવણી કરી હતી. રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી દળોના સુપ્રીમ કોર્ટ સુધી કરેલા માર્ચ પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સખત ટિપ્પણી કરી અને કહ્યું કે કોઇપણ ન્યાયપાલિકાને ડરાવી ધમકાવી શકે નહીં અને અદાલતો આઈવરી ટાવર એટલે દુનિયાથી કપાઇને બેઠી નથી.

સીજેઆઈએ કહ્યું કે આવા પ્રયાસો નિરર્થક છે અને કોઈ તેમના પર ધ્યાન આપતું નથી. તેમણે કહ્યું કે અમે આઇવરી ટાવરમાં બેઠા નથી. અમને બધી બાબતોની જાણકારી છે. તેમણે એમ પણ કહ્યું કે કોર્ટની ખબર છે કે બહાર શું કહેવામાં આવી રહ્યું છે અને કોર્ટની અંદર શું થઈ રહ્યું છે.

દિલ્હીમાં વિપક્ષના પ્રદર્શન સાથે જોડાયેલા મામલા પર ચીફ જસ્ટિસે કહ્યું કે તમામ અરજીઓ પર નોટિસ જાહેર કરવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા કહેવામાં આવશે.

ચૂંટણી પંચને નોટિસ

સુપ્રીમ કોર્ટે એસઆરઆઈ સાથે જોડાયેલા મામલા પર રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની અરજીઓ પર ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરો પાસેથી પણ જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસોની સુનાવણી મુખ્ય કેસની સાથે થશે. જ્યારે દિલ્હીમાં 10 ઓક્ટોબરના રોજ થયેલા પ્રદર્શન સાથે સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન કોર્ટે સુપ્રીમ કોર્ટ પરિસર તરફ કૂચ કાઢવાના મામલા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. જોકે કોર્ટે સુપ્રીમ કોર્ટ પરિસરમાં કૂચ કાઢવાના રાહુલ ગાંધીના પગલા ઉપર પણ સ્પષ્ટતા માંગી હતી.

અરજીઓમાં શું માંગ કરવામાં આવી હતી

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. મળતી માહિતી મુજબ આ કેસમાં કુલ 14 નેતાઓએ 14 અરજીઓ દાખલ કરી છે.

આ અરજીઓમાં ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) સંબંધિત નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે. અરજદારોએ કેટલાક રાજ્યોમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા પર વચગાળાના સ્ટેની પણ માંગ કરી છે. ચૂંટણી કમિશનરોએ એસઆઈઆર સંબંધિત વિવાદાસ્પદ નિર્ણયો અંગે ચૂંટણી કમિશનરો દ્વારા દાખલ કરવામાં આવેલી ફાઇલો, બેઠકની મિનિટ્સ, ટિપ્પણીઓ અને વાંધાઓને સાર્વજનિક કરવાની માંગ કરી છે. આ સાથે ECINET અને ERONET સિસ્ટમ્સના એક્સેસ લોગ્સ પણ રજૂ કરવાની માંગ કરવામાં આવી છે.

વિપક્ષે એસઆઈઆર વિરુદ્ધ કૂચ કાઢી હતી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિય ગઠબંધનના ઘણા નેતાઓએ 12 ઓક્ટોબર, 2026 ના રોજ નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સુધી વિરોધ માર્ચ કર્યો હતો. વિપક્ષે મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તન (એસઆઈઆર)માં કથિત ગેરરીતિઓના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવા માટે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કૂચ કરતા પહેલા વિપક્ષી નેતાઓએ ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મળવા માટે સમય માંગ્યો હતો. જોકે ચીફ જસ્ટિસે મળવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે નેતાઓને સલાહ આપી હતી કે તેઓ વિરોધ પ્રદર્શન કૂચ કાઢવાને બદલે કાનૂની પ્રક્રિયા મુજબ તેમની ફરિયાદો કોર્ટમાં મૂકે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *