Well being Information Gujarati : હંમેશા કહેવામાં આવે છે કે રાત્રિભોજન હળવું હોવું જોઈએ, પરંતુ ઘણી વખત કામના દબાણ અથવા થાકને કારણે, આપણે ખાધા વગર ઊંઘી જઈએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે આખી રાત ભૂખ્યા રહ્યા પછી પણ સવારે ઉઠતાની સાથે જ આપણને ભૂખ લાગતી નથી. આ અનુભવ થોડો વિચિત્ર લાગે છે, જાણે કે શરીર રાતોરાત પોતાને ફરીથી સેટ કરી લે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? જીવવિજ્ઞાન અને આપણા શરીરના હોર્મોન્સ આની પાછળ એક રસપ્રદ તર્ક આપે છે.
હાલમાં જ Quora પર એક યુઝર્સે આ જ પ્રશ્ન પૂછ્યો શા માટે એવું થાય છે કે જ્યારે હું ખૂબ ભૂખ્યો ઊંઘું છું, ત્યારે મને બીજા દિવસે સવારે ભૂખ લાગતી નથી? આ પ્રશ્ને ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે આ અનુભવ સામાન્ય હોવા છતાં સમજથી પરે લાગે છે. પારસ હોસ્પિટલ, પંચકુલાના ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડો.મનીષ કટારિયાને આ પ્રશ્નનો જવાબ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે જ્યારે તમે લાંબા સમય સુધી ખાધા વિના રહો છો જેમ કે આખી રાત ભૂખ્યા ઊંઘી ગયા પછી, શરીર એક રીતે એડજસ્ટ થવા લાગે છે.
બોડી પોતાની એનર્જી બચાવવાના મોડમાં ચાલી જાય છે અને ખાલી પેટ ઊંઘ્યા પછી પણ ભૂખ લાગતી નથી. ચાલો જાણીએ કે ખાલી પેટ ઊંઘ્યા પછી પણ સવારે પેટ ભરાયેલું લાગવા માટે અન્ય કયા-કયા કારણો જવાબદાર હોઈ શકે છે.
હોર્મોનલમાં ફેરફાર પણ જવાબદાર છે
ભૂખ અને પેટ ભર્યા હોવાની લાગણી શરીરના બે મુખ્ય હોર્મોન્સ કંટ્રોલ કરે છે, જેને ઘ્રેલિન અને લેપ્ટિન હોર્મોન કહેવામાં આવે છે. ઘ્રેલિન હોર્મોન ભૂખ વધારનાર છે જ્યારે લેપ્ટિન હોર્મોન પેટ ભરેલું હોવાનો સંકેત આપે છે. રાત્રે ભૂખ્યા સૂવાથી આ હોર્મોન્સનું સંતુલન બદલાઈ શકે છે, જેથી સવારે ભૂખની લાગણી દબાવી જાય છે.
બોડીનું સર્વાઇકલ મોડ
જ્યારે શરીરને લાંબા સમય સુધી ખોરાક મળતો નથી ત્યારે શરીર સર્વાઇવલ મોડમાં જાય છે. આમાં શરીર તેની ઉર્જા બચાવવા માટે મેટાબોલિઝમને ધીમું કરે છે અને ભૂખના સંકેતો ઓછા થાય છે.
6-6-6 વોકિંગ નિયમ : વજન ઘટાડવા માટે કસરતની આ ફોર્મ્યુલા અપનાવો
શું રાત્રે ભૂખ્યા ઊંઘવાની આદત ઠીક છે?
ડોકટરોનું માનવું છે કે ક્યારેક ક્યારેક આવું થવું સામાન્ય છે, પરંતુ વારંવાર ભૂખ્યા ઊંઘવું સ્વાસ્થ્ય માટે સારું નથી. દરરોજ રાત્રે ભૂખ્યા સૂવાથી મેટાબોલિઝમની ક્રિયા ધીમી પડે છે અને બ્લડ સુગરનું સ્તર વધે છે. રાત્રે ભૂખ્યા સૂવાથી પાચન ઉપર પણ અસર પડે છે.
રાત્રે ખોરાક કેવી રીતે ખાવો જે શરીરને ફાયદાકારક હોય?
ઊંઘતા પહેલા હળવો અને તંદુરસ્ત નાસ્તો કરો, સૂતા પહેલા ભારે, મસાલેદાર ખોરાક ટાળો. આ પ્રકારનો ખોરાક તમારા પાચનને બગાડી શકે છે. આખો દિવસ સંતુલિત આહાર લો. લાંબા સમય સુધી ખાલી પેટ પર રહેવાનું ટાળો. આ પાચનતંત્ર પ્રભાવિત થઇ શકે છે અને બ્લગ શુગરનું સ્તર અસંતુલિત થઇ શકે છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય માહિતી માટે છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા અથવા આહારમાં ફેરફાર માટે નિષ્ણાતની સલાહ લેવાની ખાતરી કરો.

