રાજ્યસભાના વિદાય ભાષણ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – દેવગૌડાએ મોહબ્બત હમસે કી ઔર શાદી મોદી સાહેબ કે સાથ

રાજ્યસભાના વિદાય ભાષણ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – દેવગૌડાએ મોહબ્બત હમસે કી ઔર શાદી મોદી સાહેબ કે સાથ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


rajya sabha farewell speech : રાજ્યસભામાં પોતાના વિદાય સંબોધન દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેવગૌડા વિશે કંઈક એવું કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે હું દેવગૌડાજીને 54 વર્ષ કરતા વધારે સમયથી ઓળખું છું અને મેં તેમની સાથે ઘણું કામ કર્યું છે. પાછળથી મને ખબર નથી કે શું થયું … ‘વો મોહબ્બત હમારે સાથ કિયા, શાદી મોદી સાહેબ કે સાથ…”. ખડગેની આ વાત સાંભળીને પીએમ મોદી હસવા લાગ્યા હતા, સંસદમાં હાજર અન્ય સાંસદો પણ હસતા જોવા મળ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગે  ભાવુક થયા

રાજ્યસભાના વિદાય ભાષણ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં, જાહેર જીવનમાં, દેશની સેવા કરવાના ઝનૂન માટે ના થાકે છે અને ના નિવૃત્ત થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખડગે અને અન્ય નિવૃત્ત થઇ રહેલા રાજ્યસભા સાંસદો માટે કેટલીક વાતો કહી હતી.

પીએમ મોદીએ કહ્યું કે જે સાંસદો વિદાય લઈ રહ્યા છે તેમણે ઘણું યોગદાન આપ્યું છે. હું ચોક્કસ કહીશ કે આદરણીય દેવગૌડાજી, ખડગેજી, શરદ પવારજી, આ બધા એવા વરિષ્ઠ લોકો છે જેમણે પોતાના જીવનની અડધાથી વધારે ઉંમર સંસદીય કાર્યપ્રણાલીમાં વિતાવી છે. આટલા લાંબા અનુભવ પછી પણ તમામ નવા સાંસદોએ શીખવું જોઈએ, સમર્પણ ભાવથી સદનમાં આવવું, યોગદાન કરવું. સમાજે જે જવાબદારી આપી છે તેમના પ્રત્યે સમર્પિત રહેવું એ તમામ વરિષ્ઠો પાસેથી શીખવા જેવું છે. 

પીએમ મોદીએ રામદાસ અઠાવલે પર શું કહ્યું

રામદાસ અઠાવલે વિશે પીએમ મોદીએ મજાકના અંદાજમાં કહ્યું કે કેટલીકવાર આપણે સાંભળતા હતા કે ગૃહમાં રમૂજ અને વ્યંગ્ય માટે ઘણો અવકાશ છે. આજકાલ તે કદાચ ધીમે ધીમે ઘટી રહ્યું છે . પરંતુ આપણા અઠાવલેજી સદાબહાર છે. અઠાવલેજી જઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે તેઓ સટાયર અને હ્યુમરની સંપૂર્ણ સેવા કરવાનું ચાલુ રાખશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *