જ્યારે પણ તમે રોડ પર મુસાફરી કરો છો, ત્યારે તમને સફેદ અને પીળી રંગીન રેખાઓ ધ્યાનમાં આવતી હશે. ઘણીવાર, આપણે વાહન ચલાવવામાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણે આ રેખાઓ પાછળના નિયમો અવગણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ રેખાઓ ફક્ત ડિઝાઇન માટે હોતા નથી, પરંતુ તમારી સલામતી સુનિશ્ચિત કરવા માટે હોય છે. ટ્રાફિક લેન નિયમોનું ઉલ્લંઘન કરવાથી ભારે દંડ પણ થઈ શકે છે. (ફોટો google)
સફેદ ડેશવાળી રેખા : રસ્તા પર સફેદ ડેશવાળી રેખાઓનો અર્થ એ છે કે તમે લેન બદલી શકો છો અને સુરક્ષિત રીતે ઓવરટેક કરી શકો છો. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે વિચાર્યા વિના ફક્ત લેન બદલવી જોઈએ. તમારે ખાતરી કરવાની જરૂર છે કે રસ્તો સાફ છે અને નજીકમાં કોઈ અન્ય વાહનો આવતા નથી. (ફોટો google)
સફેદ સીધી (સોલીડ) રેખા : જ્યારે રસ્તા પર સફેદ સીધી રેખા હોય છે, ત્યારે તે સૂચવે છે કે તમારે તમારી લેનમાં રહેવું જોઈએ અને ઓવરટેક ન કરવું જોઈએ. આવી રેખાઓ ઘણીવાર એવા સ્થળોએ જોવા મળે છે જ્યાં ઓવરટેકિંગ કરવું જોખમી હોઈ શકે છે. જેમ કે વળાંક, પુલ અથવા ટ્રાફિક ઝોન. (ફોટો google)
એક પીળી રેખા : જો રસ્તા પર એક પીળી લાઈનનો અર્થ એ છે કે તમે ઓવરટેકિંગ કરી શકો છો, પણ સાવધાની સાથે કરવું જોઈએ. આ સામાન્ય રીતે ઓછા ટ્રાફિકવાળા રસ્તાઓ પર જોવા મળે છે. (ફોટો google)
બેવડી પીળી રેખા : જો રસ્તા પર બે પીળી રેખાઓ હોય, તો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ઓવરટેકિંગ પર સખત પ્રતિબંધ છે. આ સામાન્ય રીતે ડુંગરાળ પ્રદેશો, પુલો, ઝડપી વળાંકો અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ રેખા પાર કરવી માત્ર ખતરનાક જ નથી પણ કાનૂની ગુનો પણ છે. જેના પરિણામે દંડ પણ થઈ શકે છે. (ફોટો google)
ફોનમાં આવતા SMS પાછળના S, P, G, T કોડ વાંચતા શીખો, નહિતર ખાલી થઈ શકે ખાતું! વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો





