મામી પર ફિદા થયો ભાણેજ, મામાએ ઉપર પહોંચાડી દીધો

મામી પર ફિદા થયો ભાણેજ, મામાએ ઉપર પહોંચાડી દીધો

ધર્મ RELIGION
Spread the love



દ્વારકામાં મામાએ જ ભાણેજનું ઢીમ ઢાળી દીધું. કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે થયેલી હત્યાના આરોપી ચંદ્રસિંહ જાડેજાની પોલીસે રાવલ ગામ પાસેથી ધરપકડ કરી. આરોપી ચંદ્રસિંહ મૃતક વિરમદેવસિંહના કૌટુંબિક મામા થાય છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે મૃતક વિરમદેવસિંહને આરોપીના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ ચંદ્રસિંહને થઈ ગઈ હતી. અવારનવાર સમજાવવા છતાં વિરમદેવસિંહ સમજ્યો નહીં. અંતે આક્રોશિત થયેલા ચંદ્રસિંહે હત્યાનો પ્લાન ઘડ્યો. ખીજદળમાં આવેલા વિરમદેવસિંહના ખેતરમાં જઈને બોથડ પદાર્થના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતાર્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *