માછીમારીની આડમાં કરતા હતા ન કરવાનું કામ!

માછીમારીની આડમાં કરતા હતા ન કરવાનું કામ!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડિઝલની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે. માછીમારીની આડમાં દરિયામાં ગેરકાયદેસર રીતે ડીઝલની ખરીદી કરી આર્થિક રીતે ફાયદો મેળવવા માટે અન્ય માછીમારોને ડીઝલનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા છે. SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા સલાયા બંદર ખાતેથી બિલાલ ભાયા અને આમદ હુંદડા નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા તેમની પાસેથી ​ડીઝલ સંગ્રહ કે વેચાણની કોઈ સરકારી પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે સમગ્ર મામલે પોલીસે બોટમાંથી 1 લાખ 8 હજારની કિંમતનો 1200 લીટર ડીઝલનો જથ્થો કબજે કર્યો છે. સાથે જ ડીઝલ વેચાણની ચેઈનના મૂળ ક્યાં સુધી પથરાયેલા છે ત્યાં સુધી પહોંચવા માટે SOG ની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *