Final Up to date:
આજની નારી હવે માત્ર ઘરની ચાર દીવાલો સુધી સીમિત નથી, પરંતુ પોતાની કોઠાસૂઝથી આત્મનિર્ભર બની રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરના વર્ષાબેને આ વાતને સાર્થક કરી બતાવી છે. સામાન્ય ગૃહિણીમાંથી ઉદ્યોગ સાહસિક બનેલા વર્ષાબેન આજે કોઈ પણ હાનિકારક કેમિકલ વગર સાબુ, લિક્વિડ અને ફેસ પેક જેવી વસ્તુઓ બનાવીને સફળ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે.
ભાવનગર: હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ ઘરકામની સાથે સાથે પોતાનો અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે. વ્યવસાય શરૂ કરીને તેમાંથી સારી એવી આવક મેળવતા હોય છે. હાલ જોઈએ તો સખી મંડળ તેમજ સ્વસહાય જૂથ સાથે જોડાઈને મહિલાઓ નાનો મોટો વ્યવસાય શરૂ કરવા લાગ્યા છે. કેટલાક મહિલાઓ ગૃહ ઉદ્યોગ જેવા કે સાબુ, ખાખરા, ભરતગૂંથણ, સિલાઈ કામ, પર્સ, પાકીટ વગેરે તૈયાર કરી તેનું વેચાણ કરવું વગેરે વ્યવસાય મહિલાઓ કરી રહ્યા છે. આ ઉપરાંત મહિલાઓને લોન પણ આપવામાં આવી રહી છે જેના થકી તેઓ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભર બની શકે.
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા વર્ષાબેન નામના મહિલા જેઓ હાલ અલગ અલગ પ્રકારના લિક્વિડ, સાબુ, ફેસ કીટ, એલોવેરાનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુઓ વગેરે તૈયાર કરીને તેનું વેચાણ કરી રહ્યા છે. સૌપ્રથમ તેઓએ પોતાના ઉપયોગ માટે હાનિકારક કેમિકલનો ઉપયોગ કર્યા વગર આ પ્રોડક્ટ તૈયાર કરી હતી જેનો ઉપયોગ કરેલા મહેમાનોએ કરતા તેઓએ વર્ષાબેનને આ વ્યવસાય શરૂ કરવા માટે જણાવ્યું હતું, જેથી વર્ષાબેન હાલ આ વ્યવસાય થકી આત્મનિર્ભર બન્યા છે.

આ અંગે વર્ષાબેને જણાવ્યું હતું કે, હાલ હું ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છું. અગાઉ હું ઘરકામ કરતી હતી, પરંતુ મને વિચાર આવ્યો કે મારે કંઈક વ્યવસાયની શરૂઆત કરવી છે, જેથી મેં આ ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે. હાલ હું વાસણ ધોવા માટેનું લિક્વિડ, રાયના દાણામાંથી સ્ક્રબ, એલોવેરા જેલ, ચોખાના લોટમાંથી ક્રીમ, મુલતાની માટીમાંથી ફેસ પેક તૈયાર કરી રહી છું. આ સિવાય પણ હું સાબુ સહિતની અલગ અલગ વસ્તુઓ ઘરે જાતે જ તૈયાર કરું છું અને એક પણ વસ્તુમાં હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો, જેથી મારી આ અલગ અલગ વસ્તુઓની ખૂબ માંગ રહેલી છે.
આ તમામ પ્રકારની વસ્તુઓ બનાવતા મને આવડતી, જેથી મેં મારા માટે આ અલગ અલગ પ્રોડક્ટ તૈયાર કરી હતી. મહેમાન ઘરે આવ્યા અને તેઓએ પણ મારી આ અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, જે ઉપયોગ કરવામાં તેમને ખૂબ સારું લાગતા, તેઓએ મને આ પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માટે જણાવ્યું, જેથી હું હાલ ઘરકામની સાથે સાથે આ વ્યવસાય પણ કરી રહી છું. અમારા આસપાસના વિસ્તારમાં જ નહીં, પરંતુ ભાવનગર શહેર સુધી પણ મારી આ અલગ અલગ વસ્તુઓનું વેચાણ હું કરી રહી છું અને જેના થકી હું 10000 રૂપિયા કરતા પણ વધુની આવક ખર્ચ બાદ કરતાં મેળવી રહી છું.
Bhavnagar,Gujarat
