દેવભૂમિ દ્વારકા: શિવરાત્રિ પહેલા જ દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થવાની ઘટના બની છે. હર્ષદના દરિયા કાંઠે આવેલા પૌરાણિક શિવમંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હતુ. શિવલિંગ ગાયબ થવાની વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ કરવામાં પોલીસ કાફલો પણ હર્ષદના દરિયા કાંઠે આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા શિવલિંગને કાઢીને દરિયા સુધી લઈ જવામાં આવ્યું હોવાના પુરાવા મળી આવ્યા હતા. મંદિરમાંથી શિવલિંગ ગાયબ થવાની ઘટનાને પગલે શિવભક્તોમાં રોષ ફેલાયો હતો. પોલીસે સમગ્ર મામલે શિવલિંગને કોણ લઈ ગયું અને ક્યાં લઈ જવામાં આવ્યું તે દિશામાં તપાસ આદરી છે.
Source link
